Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

૧૦ વર્ષ પહેલા 'ઓનલાઇન બુકસ્ટોર' સ્વરૂપે શરૂ થયેલી ફિલપકાર્ટ બની ગઇ અબજોની કંપની

2BHKના ફલેટમાં શરૂ થયેલી કંપની તાજેતરમાં જ બેંગ્લુરૂમાં ૮.૩ લાખ સ્કવેર ફૂટના વિશાળ કેમ્પસમાં શીફટ થઇ છે : સચિન બંસલ અને બિન્ની બંસલ સાથે ભણ્યા, સાથે નોકરી કરી, સાથે અબજોપતિ બિઝનેસમેન બન્યાઃ દેશની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની વોલમાર્ટ હવે ફિલપકાર્ટનો ૭૦% હિસ્સો સાડાનવ અબજમાં ખરીદવા જઇ રહી છે

નવી દિલ્હી તા. ૧૦ : દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની વોલમાર્ટ હવે ફિલપકાર્ટને ખરીદવા જઈ રહ્યું છે. અમેરિકન રિટેલ ચેન વોલમાર્ટ ફિલપકાર્ટનો ૭૦ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. એમેઝોન પણ ફિલપકાર્ટને ખરીદવા માંગતી હતી પરંતુ ફિલપકાર્ટના માલિકોને વોલમાર્ટની ઓફર પસંદ આવી છે. ફિલપકાર્ટની અત્યાર સુધી યાત્રા રસપ્રદ અને પ્રેરણાદાયક રહી છે. એક નાનકડા સ્ટાર્ટઅપી શરૂ થયેલી Flipkartનો ૭૦ ટકા હિસ્સો સાડા નવ અબજમાં Walmart દ્વારા ખરીદવામાં આવ્યો છે. જેની સોફટબેન્કના સીઇઓ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.આ

આઇઆઇટી દિલ્હીથી બે ગ્રેજયુએટ સચિન અને બિન્ની બંસલે એમેઝોનમાં નોકરી છોડીને ૨૦૦૭માં ફિલપકાર્ટની શરૂઆત એક ઓનલાઇન બુકસ્ટોરના રૂપમાં કરી હતી.

સચિન અને બિન્ની ઇન્ડિયન ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મહત્વપૂર્ણ નામ છે. જો કે બંને બંસલ અટક ધરાવે છે પરંતુ તેઓ સંબંધી નથી. બંનેએ સ્કુલનો અભ્યાસ હિસારની ઓપી ઝિંદાલ મોર્ડન સ્કુલમાં એક સાથે જ કર્યો છે. જે પછી આઇઆઇટી દિલ્હીથી કોમ્પ્યૂટર સાયન્સમાં ગ્રેજયુએશન કર્યું અને બંનેએ એમેઝોનમાં એકસાથે જ કામ કર્યું હતું.

એમેઝોનની માફક ફિલપકાર્ટે પણ ઓનલાઇન બુક સ્ટોરથી પોતાની શરૂઆત કરી હતી. જે પછી ધીમે ધીમે ઘણી વસ્તુઓને પોતાની પ્રોડકટસ કેટેગરીમાં એડ કરી હતી.

ફિલપકાર્ટની શરૂઆત બેંગ્લુરૂના ૨ બેડરૂમના એક ફલેટથી કરી હતી. જે પછી ૨૦૦૮માં દિલ્હી અને ૨૦૦૯માં મુંબઇમાં કંપની શરૂ કરી હતી. ગત મહિને જ કંપનીએ બેંગ્લુરૂમાં પોતાની ઓફિસ ૮.૩ લાખ સ્કેવર ફૂટના વિશાળ કેમ્પસમાં શિફટ કરી છે.

૨૦૧૧માં વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે સિંગાપુરમાં પણ પહોંચ્યા હતા. ફિલપકાર્ટે પોતાનું માર્કેટ વધારવા માટે નાની ઈ-કોમર્સ ખરીદવાની શરૂઆત કરી હતી. Mayntra, E-bay,Phone Pe, જેવી ઘણી કંપનીઓ ખરીદી પોતાની સફળતા જાળવી રાખી હતી.

સચિન બંસલ ૨૦૦૯ થી ૯ વર્ષ માટે ફિલપકાર્ટના CEO પદ પર રહ્યા હતા. ૨૦૧૬માં બિન્ની બસંલ CEO બન્યા હતા અને સચિન એકિઝકયુટિવ ચેરમેનના પદ પર પહોંચ્યા હતા.

૨૦૧૦માં ફિલપકાર્ટ દ્વારા લોકોને માટે Cash on Deliveryની સુવિધા શરૂ કરી હતી. તેના આ એક નિર્ણયે સમગ્ર ઇન્ડસ્ટ્રીની તસ્વીર જ બદલી નાખી હતી.

શા માટે સચિન બંસલ ખોવાયા હતા?

સચિન બંસલ ૨૦૦૭માં શરૂ થયેલી ફિલપકાર્ટના બિન્ની બંસલના સહયોગી કો ફાઉન્ડર છે. આ સોદા બાદ તેઓ ફિલપકાર્ટ છોડી રહ્યા છે જ્યારે બિન્ની બંસલ જોડાયેલા રહેશે. સચિન અને બિન્ની સંબંધી નથી પણ ભૂતકાળમાં તેઓ એમેઝોન ડોટ કોમ માટે સાથે કામ કરતા હતા. તેમના ધંધાની અમેરિકા સાથે શરૂઆત ત્યારે થઇ જ્યારે તેઓએ ઓનલાઇન બુક વેચવા માટે ફિલપકાર્ટ ખોલ્યું. ફિલપકાર્ટે ગઇકાલે દુનિયાની મોટામાં મોટી ઇ-કોમર્સ ડીલ વોલમાર્ટ સાથે કરી છે અને ભારતના ઝંડા ઇ-કોમર્સ ક્ષેત્રે દુનિયાભરમાં ગાળ્યા છે.

'હું હવે મોટો ઓફ (રજા) લઇ રહ્યો છું, કેટલાક વ્યકિતગત પ્રોજેકટ ઉપર ધ્યાન લઇ તેને પુરા કરવાના છે. જે અત્યાર સુધી હું કરી શકતો ન હતો. અમે રમત રમતમાં ફિલપકાર્ટ ઉભુ કરી દીધું તેમ ફેસબુક ઉપર બંસલ જણાવે છે. લાગણી સભર આ પોસ્ટમાં તેણે જણાવ્યું છે કે, દુઃખ સાથે ૧૦ વર્ષ પૂર્વે શરૂ કરેલુ મારૂ કામ છોડી રહ્યો છું. હવે કંપનીની ઘુરા ફિલપકાર્ટને સોંપી રહ્યો છું.'

(4:12 pm IST)