Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભાષાંતર કરનાર મહિલા સામે અમિતભાઇની નારાજગી

નેલ મંગલા વિધાનસભા વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે રાહુલબાબા તમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને ચેલેન્જ કરી રહ્યા છો. જેનું કન્નડ ભાષામાં ભાષાંતર કરનાર મહિલાએ નરેન્દ્રભાઇ માટે કન્નડ ભાષામાં યશસ્વી અને વિશ્વગુરૂ જેવા શબ્દોનો ઉપયોગ શરૂ કરતા અમિતભાઇ નારાજ થઇ ગયા હતા અને હું જે બોલુ છું તેમજ  બોલાવાની સુચના આપવા છતાં આ મહિલાએ બે વખત ભુલ કરતા તેમણે અન્યને માઇક સોંપી દીધુ હતું. આ વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. 

(4:12 pm IST)