Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સુષ્માજીએ કહ્યું : ...અને મદદ માગનાર કાશ્મીરી યુવકને કબજાવાળું કાશ્મીર છે, ભારતના કબ્જાવાળુ કાશ્મીર નહીઃ પ્રોફાઇલ સુધારો

નવીદિલ્હી, તા.૧૦:પાસપોર્ટ અને વિઝા સાથે જોડાયેલી સમસ્યાઓ માટે દેશ-વિદેશના નાગરિક દ્યણીવાર ટ્વિટર દ્વારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે મદદ માંગે છે. તે તેમની સમસ્યાનું સમાધાન પણ કરે છે. કાશ્મીરના એક યુવકે મદદની આશા સાશે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટ કરી હતી. સ્વરાજે તેમને જવાબ આપ્યો પછી તે યુવકને પોતાની પ્રોફાઇલમાં બદલાવ કરવો પડ્યો. જો કે તે પછી આ યૂઝરે પોતાની પ્રોફાઇલ ડિલીટ કરી દીધી હતી.

ફિસિપિન્સના મનીલામાં રહેનારા કાશ્મીરના શેખ અતીકે સુષ્માને ટ્વિટ કરી કે તેમના પાસપોર્ટ ખરાબ થઇ ગયો છે તેમને નવો પાસપોર્ટ બનાવવાનો છે. જેના માટે તેમણે સ્વરાજની મદદ જોઇએ છીએ. શેખે લખ્યું કે તેમનું સ્વાસ્થ્ય બગડી રહી છે અને તેમને દેશ પરત ફરવું છે.

તેમને જવાબમાં સુષ્માએ લખ્યું કે, જો તમે જમ્મુ કાશ્મીરના નાગરિક છો તો અમે તમારી મદદ જરૂર કરીશું. પરંતુ તમારી પ્રોફાઇલમાં લખ્યું છે કે તમે ભારત અધિકૃત કાશ્મીરના રહેવાસી છો. એવી તો કોઇ જગ્યા નથી.લૃ

જે પછી શેખ અતીકે પોતાની પ્રોફાઇલમાં સુધારો કર્યો કે તેઓ જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. જે જોયા પછી સુષ્માએ ફરી ટ્વિટ કરીને કહ્યું તેમને ખુશી છે કે પ્રોફાઇલમાં બદલાવ કર્યો. તેમણે ફિલિપિન્સ ખાતેના ભારતના રાજદૂતને 'ટેગ' કરીને કહ્યું કે શેખ જમ્મુ-કાશ્મીરમાં રહેતા ભારતીય છે. તેમની મદદ કરો.

(4:10 pm IST)