Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ફિલપકાર્ટ ડીલ બાદ વોલમાર્ટના શેર ૪ ટકા તૂટયાઃ માર્કેટ કેપ ઘટી ૬૭ હજાર કરોડ

નવી દિલ્હી તા. ૧૦ : ભારતીય ઈ-કોમર્સ કંપની ફિલપકાર્ટ સાથે ડીલ થયા બાદ અમેરિકી કંપની વોલમાર્ટના શેર આજના વ્યાપારમાં ૪ ટકાથી વધારે ઘટ્યા છે. ન્યૂયોર્ક સ્ટોક એકસચેન્જ પર શેર ૪ ટકાથી વધારે તૂટીને ૮૨.૧૨ ડોલરના ભાવ પર પહોંચી ગયા છે.

કંપનીના શેર એક દિવસ પહેલાં ૮૫.૭૫ પ્રતિડોલરના ભાવ પર બંધ થયાં હતાં. ૪ ટકા શેર તૂટતાંની સાથે કંપનીના માર્કેટ કેપમાં આશરે ૧૦૦૦ કરોડ ડોલર એટલે કે ૬૭ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. અત્યારે વોલમાર્ટના શેર સ્ટોક એકસચેંજ પર ૮૫.૨૧ પ્રતિ ડોલરના ભાવ પર વ્યાપાર કરી રહ્યાં છે.

વોલમાર્ટના શેર આ વર્ષે મંગળવાર સુધીમાં ૧૩ ટકા જેટલા તૂટી ચૂકયા છે. તો આજે તેમાં વધારે ઘટાડો નોંધાયો છે.

અમેરિકી કંપની વોલમાર્ટે ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફિલપકાર્ટમાં ૭૭ ટકાની ભાગીદારી ખરીદી લીધી છે. આ સોદો ૧ લાખ કરોડ રૂપીયાનો રહ્યો હતો. આ દુનિયાની સૌથી મોટી ઈ કોમર્સ ડીલ છે.

(4:09 pm IST)