Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કર્ણાટક કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિરૂધ્ધ કરાયેલ અરજી સુપ્રીમે ફગાવી દીધી

બેંગલુરૂ તા. ૧૦ :સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણીના ૪૮ કલાક આડે સમય બાકીઙ્ગ છે. જેથી આ મામલે કોર્ટે દખલ કરવાનો ઇનકાર કર્યો છે. અરજીકર્તા ઈચ્છે તો કર્ણાટકની ચૂંટણી બાદ જનપ્રતિનિધિ અધિનિયમ ૧૯૫૧ હેઠળ ફરિયાદ કરી શકે છે.

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે, કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ધર્મના આધારને બદલે સામાજિક આર્થિક રીતે નબળા લોકો અંગે યોજનાની જાહેરાત કરવામાં આવી છે. અરજીકર્તાએ કોર્ટમાં કહ્યુ કે, બંધારણીય પીઠનો ચૂકાદો છે કે, કોઈપણ રાજકીય પાર્ટી કે ઉમેદવાર ધર્મના નામે મત માગી ન શકે.

પરંતુ કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા ધર્મના આધારે મત માગવામાં આવી રહ્યા છે. એમ સુપ્રીમમાં કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યુ કે, કોંગ્રેસે કર્ણાટકમાં ધર્મના આધારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જે સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં છે. સુપ્રીમ કોર્ટમાં આ પ્રકારની અરજી શ્રીરામ સેનાના પ્રમોદ મુતાલિકે કરી હતી.

(4:09 pm IST)