Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ઈમ્ફાલમાં બીએસએફના હેડકવાટર્સમાં બ્લાસ્ટઃ બે જવાન શહીદો એક મહિલા ગંભીર

મણીપુરમાં ૨૪ કલાકમાં આતંકીઓએ બીજીવખત સુરક્ષાદળોને નિશાન બનાવ્યા

નવી દિલ્હી, તા.૧૦:મણિપુરના ઇંફાલ સ્થિતિ બોર્ડર સિકયોરિટી ફોર્સના સેકટર્સ હેડકવાટર્સમાં આઈઈડી બ્લાસ્ટ થતા બે જવાન શહીદ થયા છે જવાનોની ઓળખાણ કોન્સટેબલ સંજય ટિર્કી અને કોન્સટેબલ એનએન તીતેઈ હોવાની થઈ છે.આ બ્લાસ્ટમાં એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે મહિલાને ઇંફાલની હોલ્પિટલમાં દાખલ કરાઈ છે જયાં તેની હાલત ગંભીર છે. આઈઈડી બ્લાસ્ટને લઈને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

ગઇ કાલે  બપોરે ૧.૩૩ કલાકે અચાનક આ વેરાઇટી સ્ટોરમાં ધમાકો થયો. જોરદાર બ્લાસ્ટમાં બીએસએફ હેડકવાટરના રોડ પ્રોડકશન (આરપી) ડ્યૂટી પર તૈનાત બીએસએફના બે કોન્સટેબલ સહિત સ્ટોર માલિકને ઈજા પહોંચી.

 મણિપુરમાં ૨૪ કલાકની અંદર આતંકીઓએ બીજી વખત સુરક્ષાદળોને નિશાન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે મંગળવાર (૮ મે)એ આતંકીઓએ આસામ રાઇફલ્સના પરિસરને નિશાન બનાવ્યું હતું. મંગળવારે થયેલા બ્લાસ્ટમાં આસામ રાઇફલ્સનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો.

(3:58 pm IST)