Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

નરેન્દ્ર મોદીની 'વણજાહેર' ઇમરજન્સી ધીમુ ઝેરઃ યશવંતસિંહા

ઇન્દિરા ગાંધીએ રાતોરાત લાદેલી ઇમજરન્સી અને મોદીની અઘોષીત ઇમરજન્સીમાં ઘણો તફાવત : આજે સાંપ્રદાયીકતાનો મુદો ગંભીર બની ગયો છે

પણજી તા.૧૦ : બુધવારે પણજીમાં એક જનસભાને સંબોધન કરી રહેલા  પુર્વ નાણામંત્રી યશવંત સિંહાએ રાષ્ટ્રીય રાજધાની અકબર રોડને અજ્ઞાત લોકો દ્વારા અચાનક મહારાણા પ્રતાપ રોડ નામ આપી દેવાની ચેષ્ટાની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે, મોદી સરકાર દ્વારા લુખ્ખા તત્વોને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. પુર્વ પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધી દ્વારા લગાવવામાં આવેલી ઇમરજન્સી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વણજાહેર ઇમરજન્સીથી અલગ હતી.  મોદી દ્વારા લાદવામાં આવેલ વણજાહેર ઇમરજન્સી ભારતના કારણ માટે ધીમુ ઝેર છે.

સિન્હાએ કહયું કે, રાતોરાત ઇમરજન્સી લાદી વિરોધીઓને જેલ ભેગા કરી દીધા હતા. આજની ઇમરજન્સી ભયનો માહોલ છે, જે જાહેર થયા વગર બની ગયો છે. આવું અચાનક નથી બન્યુ જેને લઇને આપણને જાણ થાય. આ ધીમા ઝેર રુપ છે. આ તકે પુર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના અસંતુષ્ટ નેતા શત્રુઘ્નસિંહા અને આમ આદમી પાર્ટીના ગોવાના સંયોજક એલ્વીસ ગોમ્સ પણ હાજર હતા.

યશવંતસિંહાએ કહયું કે , ઇૅદિરા ગાંધીની ઇમરજન્સી અને આ ઇમરજન્સીમાં તફાવત છે. તે ઇમરજન્સી નૈતિક ફેસલો હતી. તે ખુરશી બચાવવા માટેનો નિર્ણય હતો. પરંતુ આજની સ્થિતિમાં સાંપ્રદાયિકતા બહુ ગંભીર બાબત બની ગઇ છે.

(3:57 pm IST)