Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પાંચ દિવસ તોફાની પવન અને કડાકા- ભડાકા સાથે વરસાદની હવામાન ખાતાની ચેતવણી : એલર્ટ જાહેર

બિહાર - ઝારખંડ - ઓડિસા - આસામ - મેઘાલય - નાગાલેન્ડ - મણીપુર - મિઝોરમ - ત્રિપુરા - કોસ્ટલ અને ઉત્તર ઇન્ટીરીયર કર્ણાટક ત્થા તામિલનાડુ-પોંડીચેરી-કેરાળામાં

નવી દિલ્હી તા. ૧૦ :.. હવામાન ખાતાએ આજે આવતા પાંચ દિવસમાં પૂર્વોત્તર થી દક્ષિણ સુધીના ૧૩ રાજયોમાં આંધી- તોફાન સાથે વરસાદની ચેતવણી આપી પાંચ દિવસનું એલર્ટ જાહેર કરાયેલ છે.

બિહાર, ઝારખંડ, ઓડીશા, આસામ,  મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટકના કિનારાના અને ઉત્તરના વિસ્તારો, તામીલનાડુ, પોંડીચેરી અને કેરલમાં કડાકા-ભડાકા, ધુળની આંધી-તોફાનની ચેતવણી આપી છે.

આ ઉપરાંત હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગલા ર૪ કલાકોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં જોરદાર પવનની સાથે વરસાદની શકયતા દર્શાવી છે. અમુક જગ્યાએ ભારે અને હળવા વરસાદનું અનુમાન વ્યકત કર્યુ છે. અમુક વિસ્તારોમાં ૪૮ કલાક સુધી આ ડિસ્ટર્બન્સની અસર રહેશે.

જયારે આસામ, મણીપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, તામીલનાડુ, કેરળ, અને લક્ષદીપમાં પણ ભારે વરસાદની આશંકા વ્યકત કરી છે.

(3:07 pm IST)