Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સાવધાન :કાલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ 200થી વધુ કંપનીઓને કરશે ડિલિસ્ટ

શેલ કંપનીઓ અને ગેરકાયદે ભંડોળ ઠાલવવાનો આરોપવાળી કંપનીઓ પર બીએસઇ કોરડો વીંઝશે

મુંબઈ :બોમ્બે સ્ટોક એક્સચેન્જે જણાવ્યું છે કે આગામી 11 મેના રોજ 200થી વધુ કંપનીઓને ડિલિસ્ટ કરશે.આ કંપનીઓના શેરોમાં ટ્રેડિંગ છ મહિના સુધી સસ્પેન્ડ કરશે. બીએસઇએ આ પગલું સત્તાવાળાઓ દ્વારા શેલ કંપનીઓ પર ત્રાટકવાના ભાગરૂપે લીધું છે. આ કંપનીઓ લિસ્ટેડ પણ હોઈ શકે અને અનલિસ્ટેડ પણ હોઈ શકે. આ કંપનીઓ પર ગેરકાયદેસર રીતે નાણાકીય ભંડોળ ઠાલવવાનો આરોપ છે.એક્સ્ચેન્જોને આદેશ આપ્યો હતો કે તે 331 શંકાસ્પદ શેલ કંપનીઆે સામે કાર્યવાહી કરે, જ્યારે સરકારે લાંબા સમયથી કોઈ ધંધાકીય પ્રવૃિત્તઆે ન કરતી બે લાખથી વધારે શેલ કંપનીઆેને ડિરજિસ્ટર કરી છે.

    બે અલગ અલગ પરિપત્રમાં બીએસઇએ જણાવ્યું હતું કે એક્સ્ચેન્જ પર છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડેડ ટ્રેડિ»ગ ધરાવતી 188થી વધુ કંપનીઆે 11 મેથી ડિરિસ્જટર થશે. તેમાં એવી ફમ્ર્સનો સમાવેશ થતો હશે જેણે પ્લેટફોર્મ પરથી ફરજિયાતપણે ડિલિસ્ટ થવું પડશે. તેણે અલગથી જણાવ્યું હતું કે છ મહિના કરતાં વધારે સમયથી સસ્પેન્ડેડ રહેનારી કંપનીઆે લિક્વિડેશનની પ્રqક્રયા હેઠળ છે અથવા તો લિક્વિડેટ થઈ રહી છે તે પણ તે જ દિવસે ડિલિસ્ટ થશે.

(12:53 pm IST)