Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ઉનાળાની રજાઓમાં બાંદ્રા-ઓખા સુપર ફાસ્ટ ટ્રેનની ૧૦ ટ્રીપ રેલ્વે દોડાવશે

રાજકોટ, તા. ૧૦ : ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોના વધારાના ટ્રાફીકને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા બાંદ્રા - ઓખા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. અઠવાડીયે આ ટ્રેનની એક ટ્રીપ આવ-જા કરશે. ટ્રેન નં.૦૯૫૬૧/૦૯૫૬૨ બાંદ્રા - ઓખા વિકલી સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડાથી દોડાવાશે. બાંદ્રાથી દર બુધવારે રાત્રે ૧૧:૫૫ કલાકે ટ્રેન ઉપડી ઓખા બીજે દિવસે સાંજે ૫:૩૫ વાગ્યે પહોંચશે. આ ટ્રેન ૧૬મી મેથી ૧૩ જૂન દરમિયાન દોડાવાશે. આવી જ રીતે ઓખાથી બાંદ્રાની વળતી ટ્રીપ દર મંગળવારે ઓખાથી સાંજે ૫ કલાકે ઉપડી બાંદ્રા (મુંબઈ) ખાતે બીજા દિવસે સવારે ૧૦:૧૫ વાગ્યે પહોંચશે. આ ટ્રીપ ૧૫ મે થી ૧૨ જૂન દરમિયાન દોડાવાશે. બંને તરફે ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળીયા અને દ્વારકા રેલ્વે સ્ટેશને ઉભી રહેશે. ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર કલાસ અને સેકન્ડ કલાસના જનરલ કોચ જોડવામાં આવશે. ખાસ ટ્રેનનું ભાડુ પણ અલગ હશે. તા.૧૧ મેથી આ ટ્રીપો માટે રિઝર્વેશન શરૂ થશે.

(12:51 pm IST)