Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભાજપના ગતકડા તેના જ ગળામાં!!

મમતાએ દાવ લીધોઃ તૃણમૂલ છોડી ભાજપનો પાલવ પકડનાર મુકુલ રોયના સગાને પૂરી દીધો...

કોલકતા : તૃણમૂલના સાંસદ-પ્રધાન રહી ચુકેલા અને હવે સૃજનરોયની ભાજપના નેતા બનેલા મુકુલ રોયના કુટુંબીજનની રેલ્વેમાં નોકરી અપાવવાના નામે ઠગાઇ કરવા સબબ પશ્ચિમ બંગાળ પોલીસે દિલ્હીમાંથી ધરપકડ કરી છે. શ્રી રોય પ્રધાન હતા ત્યારે આ ફરીયાદ થઇ હતી. ૬ વર્ષ પૂર્વેના કેસમાં તેની ધરપકડ થયેલ. નોકરી અપાવી દેવાના નામે સૃજને અનેક લોકો સાથે ઠગાઇ કરી હતી. તેને ૧ર દિવસની રીમાન્ડ પર લેવામાં આવ્યો છે.

ભાજપ નેતા શ્રી મુકુલ રોયે કહ્યું કે, આ તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનરજીનું રાજકીય ષડયંત્ર છે, મુળ નિશાન હું પોતે છું.

(12:49 pm IST)