Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ન્યાયિક પ્રક્રિયા ખતમ થવાના આરેઃ સુપ્રિમ કોર્ટ સીસ્ટમ ખત્મ થઇ જશેતો કોઇ નહિ બચેઃ વકીલોને ટકોર

નવી દિલ્હી તા.૧૦: તાજેતરમાં સુપ્રિમ કોર્ટ સમક્ષ રહેલ એક કેસની સુનાવણી દરમ્યાન સવોૈચ્ય અદાલતે વકીલોને એવી ટકોર કરી હતી કે, વકીલો દ્વારા ન્યાયધીશો દ્વારા થતા નિર્ણયોને નિશાન બનાવવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જો આમને આમ ચાલ્યુ તો અદાલતની સીસ્ટમ ખતમ થઇ જશે અને તેમાંથી વકીલો પણ નહિ બચી શકે.

બુધવારે સુપ્રિમ કોર્ટ એક કેસની સુનાવણી દરમ્યાન આવી ટકોર કરી હતી. સુપ્રિમકોર્ટે એવો ભય વ્યકત કર્યો હતો કે, પ્રર્વતમાન સમયમાં ન્યાયિક નિર્ણયો ને નિશાન બનાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, વકીલોને સંબંોધીને સુપ્રિમે જણાવેલ કે, આવુ ને આવુ ચાલ્યા કરશે તો કોર્ટ સીસ્ટમ ખતમ થઇ જશેે. અને તેની અસર વકીલ તેમજ આમજનતા ને થશે.

(12:48 pm IST)