Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જમ્મુ-કાશ્મીર વિધાન સભાના અધ્યક્ષ બનતા પૂર્વ નાયબ મુખ્ય મંત્રી ભાજપના નિર્મલ સિંહ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ શ્રી નિર્મલ સિંહ સર્વસંમતિથી વિધાનસભાના અધ્યક્ષ બનશે તે હવે નિશ્ચિત બન્યું છે. આજે વિધાનસભા અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજાયેલ છે. ત્યારે વિરોધપક્ષ તરફથી કોઇ નામ જાહેર નહિ થતા ફોર્મ ભરાયું ન હતું. ભાજપના શ્રી નિર્મલસિંહને હવે આજે વિધાનસભાના ખાસ સત્રમાં સ્પીકર જાહેર કરાયા છે.

વિધાનસભાના અધ્યક્ષ ભાજપના કવિન્દ્ર સિંહને નાયબ મુખ્યમંત્રી બનાવાતા આ પદ ખાલી પડેલ જે માટે શ્રી નિર્મલસિંહ ભાજપ-પીડીપી(મહેબુબા મુફતીનો પક્ષ), એકનું જ નામાંકન પત્ર ભરાતા તેઓ હવે બપોરે ૨ વાગ્યે સતાવાર રીતે ૧ કલાક માટે મળેલ ગૃહમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાના નવા અધ્યક્ષ બની રહયા છે.(૧.૧)

(12:02 pm IST)