Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

લોકસભા ચૂંટણી પહેલા બુલેટ ટ્રેન પ્રોજેકટ 'ફાસ્ટ ટ્રેક' પર

મેટ્રો રેલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને પણ ઝડપથી પુરા કરવા પર સરકારનું ધ્યાનઃ યુદ્ધના ધોરણે કામગીરી

નવી દિલ્હી, તા. ૧૦ :. ગુજરાત સરકારે ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી બુલેટ ટ્રેન, 'સ્ટચ્યુ ઓફ યુનિટી' અને અમદાવાદ મેટ્રો પ્રોજેકટસમાં કામગીરીની ઝડપ વધારી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનની સમયમર્યાદા વહેલી કરી નવેમ્બર ૨૦૧૮ થઇ છે. ૨૦૧૯ ની લોકસભા ચુંટણી માટે વ્યૂહરચના નિર્ધારીત કરવા અનેખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સંપર્ક માટે ભાજપના ગુજરાત ખાતેના વરિષ્ઠ નેતાઓએ મંગળવારે જે તે સંસ્થાના વડા સાથે વ્યાપક મીટિંગ કરી હતી.

સતાવાર સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ) વ્યકિતગત રીતે ગુજરાતમાં મહત્વના પ્રોજેકટસના અમલની પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા યોજાયેલી વિધાનસભા ચુંૅટણીમાં કોંગ્રેસની બેઠક વધીને ૭૭ સુધી પંહોચી હતી. લોકસભા ચુંટણીમાં સારા પ્રદર્શન માટે કેન્દ્ર સરકારની નજર  હેઠળ રાજય સરકાર અને પક્ષ વહીવટમાં સુધારો કરવા મતદાતાના પ્રશ્નોને ઉકેલવા તેમજ ચુંટણી પહેલા મોટા પ્રોજેકટસને પૂરા કરવા પર ધ્યાન કેેન્દ્રિત કરી રહ્યા છેે.

.૩૪૯ કિલોમીટર ગુજરાતમાંથી પસાર થતો બુલેટ ટ્રેનનો માર્ગ

. ૧૯૪ ગામમાં જમીન સંપાદનનું કામ પુરૂ

. ગુજરાત સરકારે બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદનની સમયમર્યાદા ઘટાડી નવેમ્બર ૨૦૧૮ કરી.

. ભાજપના ગુજરાત ખાતેના વરિષ્ઠ નેતાઓએ મંગળવારે સબંધિત સંસ્થાઓના વડા સાથે વ્યાપક ચર્ચા કરી.

. બુલેટ ટ્રેન પ્રોજેકટથી ગુજરાતમાં જે ૧૯૪ ગામને અસર થવાની છે તેનું સામાજીક મુલ્યાંકન પુરૂ થયુ.

. અમદાવાદ મેટ્રો પ્રોજેકટના બે સ્ટ્રેચનું સિવિલ વર્ક ચાલુ વર્ષે સપ્ટેમ્બર-ઓકટોબર સુધીમાં પુરૂ થશે

. વડા પ્રધાન મોદી ૩૧ ઓકટોબરના રોજ ૧૮૨ મીટર ઉંચા 'સ્ટેચ્યુ ઓફ યુનીટી'નું ઉદઘાટન કરશે.

 

(12:00 pm IST)