Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કોંગ્રેસી નેતાઓનો ફકત એક જ વિચાર, વડાપ્રધાન કેવી રીત બનાય ?: નરેન્દ્રભાઈ

બેંગલુરૃઃ કર્ણાટક ચૂંટણી પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. આજે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. કર્ણાટકમાં જીત માટે કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ દ્વારા ધુંઆધાર પ્રચાર  થઈ રહ્યો છે. ભાજપ વતી નરેન્દ્રભાઈ, યેદુરપ્પા અને યોગી આદીત્યનાથ સહીતના નેતાઓએ પ્રચારની આગેવાની લીધી છે. જયારે કોંગ્રેસ તરફથી અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનીયાજી તથા સિધ્ધારમૈયા રાજયને ધમરોળી રહ્યા છે. જયારે જેડીએસના પ્રમુખ એચડી દેવગોડા અને તેના સહયોગી પક્ષ બસપા સુપ્રીમો માયાવતિએ પ્રચારની કમાન સંભાળી છે.

નરેન્દ્રભાઈએ ચિકમંગલુર જીલ્લામાં કોંગ્રેસ ઉપર નિશાન સાધતા જણાવેલ કે કોંગ્રેસના નેતા ફકત એક જ વાત વિચારે છે કે દેશનો વડાપ્રધાન કઈ રીતે બની શકાય. આ સિવાય તેમના મનમાં કશું જ ચાલતુ નથી હોતુ. તેમણે વધુમાં જણાવેલ કે આ તેમનો અહંકાર નથી તો શું છે? કોંગ્રેસ સત્તામાં રહેવા માંગે છે. મોદીએ વધુમાં જણાવેલ કે ૧૯૭૮માં ઈન્દીરા ગાંધીજી અહીં આવેલ ફકત મત લેવા માટે, પણ આ વિસ્તારના લોકોની તેમણે કોઈ દિ પરવાહ નથી કરી. કોંગ્રેસે કદી પણ ચિકમંગલુરના લોકોના કલ્યાણ વિશે નથી વિચાર્યુ. સોનીયા ગાંધીએ પણ બેલારીથી ચૂંટણી લડી હતી પણ એ દરમિયાન તેમણે કરેલ વાયદાઓનું શું થયુ? તેમ અંતમાં નરેન્દ્રભાઈએ જણાવેલ.(૩૦.૩)

(11:59 am IST)