Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બે દિવસ નેપાળની મુલાકાત પછી કાશ્મીર જશે નરેન્દ્રભાઇ

પાકિસ્તાનની આંખમાં કણાની જેમ ખૂંચતી કિશનગંગા જળવિદ્યુત યોજનાનું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી તા. ૧૦ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આ મહિનામાં બે દિવસ કશ્મીરની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન તેઓ કિશનગંગા જળવિદ્યુત પરિયોજનાનું ઉદઘાટન કરશે. આ કિશનગંગા એજ પરિયોજના છે જેના નિર્માણમાં પાકિસ્તાને વાંધો દર્શાવેલ. આ ઉપરાંત નરેન્દ્રભાઇ લદ્દાખના આધ્યાત્મિક ગુરુ કુશક બકુલાની ૧૦૦?? જયંતિ પર આયોજીત કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

કિશનગંગા પ્રોજેકટ ઉત્તર કાશ્મીરના બાંદીપુર વિસ્તારમાં આવેલો છે. કિશનગંગા નદીના પ્રવાહને અવરોધીને ૨૩.૨૫ કિમી લાંબી સુરંગ દ્વારા જમીનની અંદર પાવર હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા દર વર્ષે ૧૭૧.૩ કરોડ યૂનિટ વિજળીનું ઉત્પાદન કરવામાં આવશે.

કિશનગંગા પ્રોજેકટની શરૂઆત કોંગ્રેસ શાસનમાં ૨૦૦૭માં કરવામાં આવી હતી. પરંતુ ૧૭ મે ૨૦૧૦ના રોજ આ પરિયોજનાના નિર્માણ વિરુદ્ઘ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય અદાલતમાં મધ્યસ્થતા માટે ગયું હતું. પાકિસ્તાને સિંધુ જળ કરારનો હવાલો આપીને આ પરિયોજના પર આપત્તિ વ્યકત કરી હતી. પરંતુ હેગ સ્થિત આંતરાષ્ટ્રીય આદાલતે વર્ષ ૨૦૧૩માં ભારતના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આંતરાષ્ટ્રીય આદાલતે કહ્યું કે, સિંધુ જળ કરાર અંતર્ગત ભારતને એ અધિકાર છે કે, તે કિશનગંગામાં વિજળીનું ઉત્પાદન કરવા માટે પાણીના પ્રવાહને અવરોધી શકે.

શ્રી મોદી બે દિવસની નેપાળયાત્રાએ જઇ રહ્યા છે તે પછી તેઓ કાશ્મીર જશે.(૨૧.૬)

(11:44 am IST)