Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

શનિવારે મતદાન : ભાજપ - કોંગ્રેસનો મહાસંગ્રામ ચરમસીમાએ

લગભગ ૫ કરોડ મતદારોની સુરક્ષા માટે દોઢ લાખ સુરક્ષા જવાનો ખડેપગેઃ ૫૦ હજાર લશ્કરી જવાનો સાથે ૫૨૦ કંપની તૈનાત

બેંગ્લુરૂ તા. ૧૦ : એક દિવસ પછી ૧૨ મે શનિવારે કર્ણાટકમાં પખવાડીયાથી ખેલાઇ રહેલા રાજકીય મહાજંગનો અંત આવવા સાથે ૪.૯૬ કરોડ મતદાતાઓ નરેન્દ્રભાઇ - શાહ - રાહુલ - સોનિયા અને દેવગૌડામાંથી કોના પક્ષને શાસન ધૂરા સોંપવી તે નક્કી કરવા મત આપશે.

૫૦ હજાર અર્ધલશ્કરી દળોના જવાનોની ૫૨૦ કંપનીઓ સાથે ૧ાા લાખ પોલીસ સહિતના સુરક્ષા જવાનો શાંતિપૂર્ણ નિષ્પક્ષ મતદાન માટે ખડેપગે રહેશે. ૧૫મીએ મતગણત્રી છે.

પ્રત્યેક કંપનીમાં ૧૦૦ જવાનો સાથે કેન્દ્રીય સરકારે કર્ણાટકના દક્ષિણી રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયામાં કડક નિગેહબાની રાખવા માટે સીઆરપીએફ, બીએસએફ અને આઇટીબીપી જેવા અર્ધ લશ્કરી દળોની ૫૨૦ કંપની કર્ણાટકમાં તૈનાત કરી છે.

આ ઉપરાંત કર્ણાટક પોલીસના ૧ લાખ જવાનો ખડેપગે સુરક્ષામાં ગોઠવી દેવામાં આવેલ છે.

કુલ ૨૨૪ સભ્યોની કર્ણાટક વિધાનસભામાં અત્યારે કોંગ્રેસનું શાસન છે. રાજ્યમાં ૫૬,૬૦૦ મતદાન કેન્દ્રો ઉપર ૪.૯૬ કરોડ મતદાતા નિર્ભીક રીતે મતદાન કરશે.(૨૧.૧૩)

(11:02 am IST)