Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જમ્મુ કાશ્મીરમાં એકતરફી યુધ્ધવિરામની પહેલ કરો

મહેબૂબા મુફતીની નરેન્દ્રભાઇને અપીલ : ઇદ-અમરનાથયાત્રા હેમખેમ સંપન્ન થાય તે માટે માહોલ સર્જવા હાકલ

શ્રીનગર તા. ૧૦ : જમ્મુ-કાશ્મીરમાં પાછલા દિવસોમાં પત્થરમારામાં પર્યટકના મોત બાદ આકરી ટીકાની વચ્ચે મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ રાજયની હાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે બુધવારના રોજ સર્વદલીય બેઠક બોલાવી. આ બેઠકમાં કેટલાંય પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ દરમ્યાન તમમ પક્ષોએ કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરમાં શાંતિની બહાલી માટે એકતરફા યુદ્ઘવિરામની પહેલી કરવાની અપીલ કરી. મહેબૂબાએ કહ્યું કે અથડામણના લીધે સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. આપણે એવો માહોલ બનાવાનો પ્રયાસ કરવો પડશે જેથી કરીને ઇદ અને અમરનાથ યાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઇ શકે.

આપને જણાવી દઇએ કે ગયા સોમવારના રોજ પથ્થરમારામાં ચેન્નાઇના એક પર્યટકનું મોત થયું હતું. તેના થોડાક દિવસ પહેલાં જ પથ્થરમારાના હુમલામાં અંદાજે અડધો ડઝન પર્યટક ઘાયલ થયા હતા. પર્યટકના મોતથી આહટ મહેબૂબા મુફતીએ જોરદાર આલોચના કરી હતી અને બે ટૂક કહ્યું હતું કે હત્યાની નિયતથી પથ્થરમારો કરનારનું કોઇ મજહબ નથી. આ ઇંસાનિયતની હત્યા છે. ત્યારબાદ તેમણે સર્વદળીય બેઠકનું આહ્વાન કર્યું હતું.

બુધવારના રોજ સર્વદલીય બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં મહેબૂબાએ કહ્યું કે અમે તમામ એ વાત પર સહમત થયા છીએ કે અમે કેન્દ્રને અપીલ કરીશું કે તેઓ સરહદ પર સીઝફાયર માટે પોતાની તરફથી પહેલ કરે. ૨૦૦૦ની સાલમાં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી આમ કરી ચૂકયા છે. અથડામણ અને ઝડપથી ઘાટીમાં સૈન્ય સામાન્ય પ્રજાને મુશ્કેલી પડી રહી છે. આપણે એવો માહોલ તૈયાર કરવો પડશે કે ઇદ અને અમરનાથ યાત્રા શાંતિપૂર્વ સંપન્ન થઇ શકે.

ભાજપ અને પીડીપી ગઠબંધનની નીતિઓને પ્રદેશ હિતમાં શ્રેષ્ઠ બતાવતા મહેબૂબાએ કહ્યું કે તમામ એ વાત પર સહમત દેખાયા કે જો ભાજપ અને પીડીપી ગઠબંધનનો એજન્ડા યોગ્ય રીતે અનુસરણ કરાયો તો રાજયની સ્થિતિ બદલાઇ શકે છે. મહેબૂબાએ કહ્યું કે તમામ પક્ષ એ વાત પર રાજી થયા છે કે અમે રાજયની હાલની સ્થિતિ અને પોતાની ચિંતાઓને પીએમ મોદી સમક્ષ રાખીશું.

કેન્દ્ર સરકારેને ઘાટીમાં ચાલી રહેલ હિંસા રોકવા માટે વચ્ચેનો રસ્તો શોધવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કાશ્મીરમાં હિંસાથી ગરીબ યુવકો અને સુરક્ષા બળોનું જીવન ખત્મ કરી રહ્યા છે. બીજીબાજુ પથ્થરમારામાં પર્યટકના મોત બાદ રાજયની સુરક્ષા અને બીજા ગંભીર મુદ્દાને લઇ સીએમે મંગળવારના રોજ રાજયપાલ એનએન વોહરા સાથે પણ મુલાકાત કરી. આ દરમ્યાન બંને એ રાજયમાં આતંકવાદ નિરોધક અભિયાનો, પથ્થરમારાની ઘટનાઓ, પર્યટકની મોત સાથે જોડાયેલા વિભિન્ન મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી.(૨૧.૮)

 

(11:00 am IST)