Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અંબાણી પરીવારમાં શુભ અવસરની હારમાળાઃ જુનીયર અંબાણી અનંત અને રાધિકાનું સગપણ

રાજકોટઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરીવારમાં હરખના ઘોડાપૂર વહયા છે. તાજેતરમાં જ શ્રી આકાશ અંબાણી અને કુ. ઇશા અંબાણીની સગાઇ સંપન્ન થઇ તેના પગલે હવે અંબાણી પરીવારના જુનીયર અંબાણી શ્રી અનંત અંબાણીની સગાઇ મર્ચન્ટ પરીવારમાં કુ. રાધિકા મર્ચન્ટ સાથે થયાનું ન્યુઝ ફર્સ્ટના અહેવાલમાં જણાવાયું છે. જો કે રિલયાલન્સ ઇન્ડસ્ટ્રીઝે  હજુ સુધી સતાવાર જાહેરાત કરી નથી.  મુકેશભાઇ  અને નિતાબેન અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ઘણા સમયથી મર્ચન્ટ પરિવારની પુત્રી રાધિકા સાથે ટચમાં હતા અને બંન્ને વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી જે હવે સગાઇના સંબંધમાં જોડાઇ ગઇ છે. અનંત અંબાણી આઇપીએલમાં ખુબ જ સક્રિય જોવા મળે છે. તાજેતરમાં જ અંબાણી પરિવારના પુત્ર આકાશ અંબાણીની સગાઇ શ્લોકા મહેતા સાથે સંપન્ન થઇ તથા પુત્રી ઇશાની સગાઇ આનંદ પિરામલ સાથે ધામધુમથી યોજાઇ ગઇ.

કુ.રાધિકા મર્ચન્ટના પિતા શ્રી વિરેન મર્ચન્ટ અને માતા શ્રીમતી શૈલા મર્ચન્ટ દંપતિ અગ્રિમ હરોળના ઉદ્યોગપતિ છે. એન્કોર હેલ્થ ગ્રુપ તેઓની માલીકીનું છે. શૈલા મર્ચન્ટ દેશના સુપ્રસિધ્ધ ઓમાન ખીમજી ગ્રુપમાંથી આવે છે.

(12:00 am IST)