Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દિલ્હી સહીત ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો :મથુરામાં વાવાઝોડાથી બેના મોત :આસામમાં 1નું મોત :11 ઘાયલ

રોહતકમાં સહીત હરિયાણામાં વરસાદ :ભિવાની સહિતના અનેક વિસ્તારોમાં કરા પડ્યા

 

દિલ્હી-એનસીઆર સહિતનાં ઉત્તર ભારતનાં ઘણાં ભાગોમાં આજે સાંજે ફરી હવામાનમાં પલટો આવ્યો છે ભારે વરસાદ અને તોફાનોથી લોકોનાં જીવન પર ગંભીર અસર ઊભી થઈ હતી.

ઉત્તર પ્રદેશનાં મથુરામાં તીવ્ર વાવાઝોડાને કારણે બે લોકોનાં મોત થયાં હતાં. જ્યારે આસામનાં ભારે વરસાદ અને તોફાનનાં કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય 11 લોકો ઘાયલ થયાં હતાં.

શ્ચિમી દિલ્હીમાં તીવ્ર પવન સાથે અને રોહતક અને હરિયાણા સહિત અન્ય વિસ્તારોમાં ઘણો ભારે વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત, ભિવાની સહિતનાં અનેક વિસ્તારોમાં વરસાદ સાથે ભીના કરા પણ પડ્યાં 

અસમમાં તેજ તોફાન સાથે અને ભારે વરસાદને લઇને એક વ્યક્તિનું મોત પણ થઇ ગયું છે. જ્યારે અન્ય 11 લોકો ઘાયલ પણ થયાં હતાં. આ ઉપરાંત ઉત્તર પ્રદેશનાં મથુરામાં તેજ તોફાનને લઇને બે લોકોનાં મોત પણ થઇ ગયાં હતાં.

(12:00 am IST)