Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જસ્ટિઝ જે,ચેલમેશ્વરે પોતાના જ ફેયરવેલ ફંક્શનનું આમંત્રણ ઠુકરાવ્યું:ખાનગી કારણનો આપ્યો હવાલો

આંધ્ર પ્રદેશ હાઈકોર્ટથી બીજી હાઈકોર્ટ જવા સમયે પણ તેમણે ફેયરવેલના આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો.

 

 નવી દિલ્હીઃ વરિષ્ટ જસ્ટિઝ જે, ચેલમેશ્વરે પોતાના ફેયરવેલ ફંક્શનનું આમંત્રણ ઠુકરાવ્યું છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ પત્રકાર પરિષદ કરીને સવાલ ઉઠાવનાર 4 વરિષ્ઠ જજોમાં સામેલ ચેલમેશ્વરે સુપ્રીમ કોર્ટ બાર એસો, દ્વારા આપવામાં આવેલા આમંત્રણને ઠુકરાવવા પાછળ ખાનગી કારણોનો હવાલો આપ્યો છે

   અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ જે. ચેલમેશ્વર વર્ષે 22 જૂને નિવૃત થઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ વિકાસ સિંહે જણાવ્યું કે, બાર બોડીએ જસ્ટિસ ચેલમેશ્વરને આવતા સપ્તાહે મળીને 18 મેએ યોજાનારા ફેયરવેલ માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ તેમણે આમંત્રણ ઠુકરાવી દીધું છે

    18 મેથી સુપ્રીમ કોર્ટમાં ઉનાળાની રજાઓ શરૂ થતા પહેલા અંતિમ કાર્ય દિવસ છે. સાથે વિકાસ સિંહે કહ્યું કે, બાર એસોસિએશનના સભ્યોએ ફરી એકવાર જસ્ટિસ ચેલમેશ્વરની સાથે મુલાકાત કરીને ફેયરવેલ ફંક્શનમાં સામેલ થવા માટે રાજી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે ખાનગી કારણેને લીધે કાર્યક્રમમાં સામેલ થવાની વાત કહી હતી

જસ્ટિસ ચેલમેશ્વરે બાર સદસ્યોને તે પણ કહ્યું કે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટથી બીજી હાઈકોર્ટ જવા સમયે પણ તેમણે ફેયરવેલના આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો

   સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના કામકાજ પ્રત્યે અસંતોષ પ્રગટ કરીને સવાલ ઉઠાવનાર જસ્ટિસ ચેલમેશ્વર ઉદાર લોકતંત્ર માટે સ્વતંત્ર ન્યાયપાલિકાની જરૂરીયાત પર ભાર આપે છે. જાન્યુઆરીમાં દિલ્હીની એક સભામાં બોલતા સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર જજમાંથી એક ચેલમેશ્વરે કહ્યું હતું, લોકતંત્ર હજુ જીવિત રહી શકે છે, જ્યારે ન્યાયપાલિકા નિષ્પક્ષ તથા સ્વતંત્ર થશે

----

(12:00 am IST)