Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જ્વાળામુખીના લાવાથી ગણતરીની ક્ષણોમાં કાર રાખમાં ફેરવાઈ ગઈ

અમેરિકી રાજ્ય હવાઈમાં 90 મીટર ઊંચા જવાળામુખીના લાવાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ

 

 અમેરિકી રાજ્ય હવાઈમાં લગભગ 300 ફૂટ એટલે કે 90 મીટર ઊંચા જ્વાળામુખીથી બનેલા લાવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે જેમાં લાવા રસ્તામાં વહેતો જોવાઈ છે અને રસ્તામાં ઉભેલી કારને ગણતરીની ક્ષણોમાં રાખ કરી નાખે છે વીડિયોમાં ઊભેલી ગાડીને પોતાનામાં સમાવી લીધી. જોત જોતામાં તો ગાડી રાખમાં ફેરવાઈ ગઈ

   અહેવાલ મુજબ ખતરનાક જ્વાળામુખીએ સ્થાનિક વિસ્તારના 35 ઘરોને તબાહ કરી નાખ્યાં. જ્યારે અનેક ઈમારતોને રાખમાં ફેરવી નાખી મામલે એક અધિકારીએ જણાવ્યું કે જોખમી સ્થિતિને જોતા સ્થાનિકોને અગાઉથી ત્યાંથી હટાવી દેવાયા હતાં. આગામી આદેશ સુધી દૂર રહેવાનું જણાવવામાં આવ્યું છે.

   સોશિયલ મીડિયામાં એક વીડિયો જે વાઈરલ થયો છે તેમાં લાવા ધીરે ધીરે રસ્તા તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. રસ્તા પર પાર્ક કરવામાં આવેલી એક સિલ્વર રંગની કાર થોડી વારમાં આગના અંગારામાં વીલિન થઈ જતી જોવા મળી છે. જ્યારે સામે આવેલા અન્ય એક વીડયોમાં જ્વાળામુખીના લાવાએ મોટી સંખ્યામાં વાહનો ઉપરાંત ગલીઓ, રસ્તાઓ અને ઈમારતોને નુકસાન પહોંચાડ્યું છે. કહેવાય છે કે ઈમરજન્સીની સ્થિતિ જોતા કારના માલિકે કારને રસ્તા પર પાર્ક કરી હતી.

    અત્રે જણાવવાનું કે હવાઈમાં જ્વાળામુખી ફાટવાના કારણે સેકડોની સંખ્યામાં લોકોને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા છે. કહેવાય છે કે જ્વાળામુખી ગત સપ્તાહે ફાટ્યો હતો. ત્યારબાદ પહાડીની આસપાસ વસેલા લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા હતાં. કિલાઉએ નામના જ્વાળામુખીને વિશ્વના સૌથી સક્રિય જવાળામુખીઓમાંથી એક ગણવામાં આવે છે. તેમાં છેલ્લા 35 વર્ષોથી સતત વિસ્ફોટ થઈ રહ્યો હતો

(12:00 am IST)