Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

શાર્ક માછલી માણસ કરતા પણ બુદ્ધિમાન હોઈ શકે છે રિસર્ચ

રશિક્ષિત કરીને જૈજ સંગીતને તેમના પસંદગી બનાવી શકે છે

 

શાર્ક માછલી માણસો કરતા પણ બુદ્ધિમાન હોઇ શકે છે તેવું એક અધ્યનમાં જાણવા મળ્યું છે વૈજ્ઞાનિકોનું માનવુ છે કે શાર્ક માછલીઓને પ્રશિક્ષિત કરીને જૈજ સંગીતને તેમના પસંદગી બનાવી શકે છે.

   ઓસ્ટ્રેલિયાની મેકક્વેરી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નાની પોર્ટ જેક્સન શાર્કને ટ્રેનિંગ દરમિયાન માછલીઓને ખાવાના સામાની લાલચ આપીને સંગીત સાથે અનેક પ્રવૃત્તિ કરાવી હતી. દરમિયાન જેજ સંગીત વાગવા પર માછલીઓ સ્વાદિષ્ટ ખાવા માટે ફિડિંગ સ્ટેશન જાતે પહોંચી જતી હતી.

    મુખ્ય શોધકર્તા કૈટરિના વિલા પોકોએ જણાવ્યું હતું કે, પાણીમાં રહેનારા જીવો માટે ધ્વની ખુબ મહત્વપૂર્ણ હોય છે. પાણીના અંતે અવાજની ગતિ ખુબ તેજ હોય છે. માછલીઓ પોતાનું ભોજન શોધવા, ખતરો આવવાથી સુરક્ષીત જગ્યાએ સંતાવું એટલું નહીં અંદરોઅંદર સંવાદ કરવા માટે તેઓ આનો ઉપયોગ કરે છે.

  સંબંધિત એક રિસર્ચમાં પણ જણાવવામાં આવ્યું છે કે, શાર્ક માછલીઓ હોડીને ભોજન સાથે જોડી શકે છે. રિસર્ચએનિમલ કોગ્નિશનનામની પત્રિકામાં પ્રકાશિત થયું હતુ.

(12:00 am IST)