Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દલિતો અને આદિવાસીઓને રીઝવવા માટે બિહારના મુખ્‍યમંત્રી નિતીશકુમારની નવી ભેટઃ આઇઅેઅેસની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને ૧ લાખ રૂપિયા ઇનામ અપાશે

પટનાઃ બિહારના મુખ્‍યમંત્રી નિતીશ કુમારે દલિતો અને આદિવાસીઓને રીઝવવા માટે અેક નવી ભેટ આપી છે, જેમાં આઇઅેઅેસની પ્રિલીમ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને ૧ લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

નિતીશ કુમારે જાહેરાત કરી છે કે જે દલિત અને આદિવાસી યુવાન યુનિયન પબ્લીક સર્વિસ કમિશનની પ્રિલીમ પરીક્ષા પાસ કરે તેને એક લાખ રૂપિયા સહાયકરવામાં આવશે. ( IAS એટલે ઇન્ડિયન એડમિનીસ્ટ્રેટીવ સર્વિસ)

નિતીશ કુમારે કહ્યું હતુ કે, તેમની આ પ્રકારની દેશમાં પહેલી શરૂઆત છે. તેમણે એમ પણ કહ્યું કે, જે દલિત અને આદિવાસી યુવાનો બિહાર પબ્લીક સર્વિસ કમીશનની પ્રિલીસ પરીક્ષા પાસ કરે તેને રૂ 50,000 આપવામાં આવશે.

બિહાર સરકારના આધારભૂત સુત્રો દ્વારા જાણકારી મળી છે કે, 1500થી વધુ દલિત અને આદિવાસી યુવાનોએ બિહાર જાહેર સેવા આયોગની પ્રિલીમ પરીક્ષા પાસ કરી છે. એવી જ રીતે, 200થી વધુ દલિત અને આદિવાસી યુવાનોએ યુપીએસસીની પ્રિલીમ પરીક્ષા પાસ કરી છે.

બિહારના મુખ્ય સચિવ અંજની કુમાર સિંઘે કહ્યુ કે, દલિત અને આદિવાસી યુવાનો માટેની હોસ્ટેલોમાં વિદ્યાર્થીદીઠ દર મહિને 15 કિલો અનાજ (ઘંઉ અને ચોખા) પણ આપવામાં આવશે.

નિતીશ કુમારની પાર્ટીના એક નેતાએ જણાવ્યું કે, દલિતો અને આદિવાસીઓમાં ભાજપ સામે ફેલાયેલો રોષ જનતાદળ (સેક્યુલર)ને દઝાડે નહી એ માટે પણ આ પગલુ મહત્વનું ગણાશે. નિતીશ કુમારે લાલુ પ્રસાદ યાદવ સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા.

બિહારમાં દલિતોની વસ્તી 15 ટકા છે. નિતીશ કુમાર દલિતોને અવગણી શકે તેમ નથી. દલિતોનો ગુસ્સો નિતીશ કુમારને પોષાય તેમ નથી.

(12:00 am IST)