Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

માતા -પિતાની ભૂલનો બાળક ભોગ બન્યો :3 વર્ષના ભાઇએ ગોળીબાર કરતા 8 મહિનાના ભાઇનું મૃત્યુ

અમેરિકાના હ્યુસ્ટનમાં રમત -રમતમાં ત્રણ વર્ષના બાળકે ગોળી ચલાવી ,તેના નાના ભાઇને વાગી

અમેરિકાના હ્યુસ્ટનમાં શુક્રવારે એક આંઠ મહિનાનાં બાળકનું ગોળી વાગવાના કારણે મોત નિપજ્યુ હતું. પોલીસનું માનવું છે કે, આ બાળકના ઘરમાં બંદૂક રાખવામાં આવી હતી. જે ત્રણ વર્ષનાં બાળકના હાથમાં આવી ગઇ. તેને રમત-રમતમાં ગોળી ચલાવી નાંખી હતી અને તે તેના નાના ભાઇને વાગી હતી. જેના પછી તેનું મોત નિપજ્યુ હતું.

હ્યુસ્ટન પોલીસ સહાયક પ્રમુખ વેંડી બૈમબ્રિઝે જણાવ્યું કે, બાળકને શુક્રવાર સવારે પેટમાં ગોળી વાગી હતી. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેનું મોત નિપજ્યુ હતું. વેંડીએ જણાવ્યું હતું કે તપાસકર્તા અને ફરિયાદી એ બાબતની તપાસ કરી રહ્યા છે કે, આ કેસમાં કોઈ આરોપ લગાવી શકાય કે નહીં.

જોકે પોલીસે બાળક કોઈ કેસ દાખલ કર્યો નથી. જોકે તપાસમાં જાણવા મળ્યું કે આ એક મોટી દુર્ઘટના હતી જે માતા-પિતાની બેદરકારીના કારણે બની.

 

બૈમબ્રિઝે કહ્યં કે,'હું દરેક નાગરિકને અપીલ કરીશ કે તેઓ પોતાના ઘરમાં હથિયારોને કોઈપણની પહોંચથી દૂર રાખે. તમે તમારા હથિયારોને સુરક્ષિત રાખવા માટે ઘણું બધુ કરી શકો છો. કૃપા કરીને આ પરિવાર માટે પ્રાર્થના કરો. આ એક અત્યંત દુઃખદ ઘટના છે.

સૂત્રો અનુસાર તપાસકર્તાઓને શરૂઆતમાં ઘટનામાં ઉપયોગ થયેલી બંદૂક મળી ન હતી. બાદમાં તે ગાડીની અંદરથી તેમને બંદૂક મળી હતી. જેમા પરિવારજનો ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઇ ગયા હતા

(12:19 am IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો : અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા : રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,44,829 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,32,02,783 :એક્ટિવ કેસ 10,40,993 થયા વધુ 77,199 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,19, 87, 940 થયા :વધુ 773 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,68,467 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 58,993 નવા કેસ નોંધાયા access_time 1:07 am IST

  • ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ અને તેમના પત્ની થયા કોરોના સંક્રમિત : દંપત્તિ હાલ હોમ આઈસોલેશનમાં રખાયા : બન્ને ને સામાન્ય લક્ષણો દેખાતા ઘરે જ સારવાર અપાય રહ્યાનું જાણવા મળે છે. access_time 6:41 pm IST

  • મધ્યપ્રદેશના અમુક શહેરોમાં 10 દિવસનું લોકડાઉન : ઇન્દોર, બરવાની, રાજગઢ , વિદિશા (અર્બન-રૂરલ), રાઉ નગર, મહુનગર ,શાજપુર, તથા ઉજ્જૈનમાં 19 એપ્રિલ સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન લંબાવાયું : બાલાઘાટ, નરસિંહપુર, સિઓની અને જબલપુરમાં 12 એપ્રિલથી 22 એપ્રિલ સુધી લોકડાઉન ઘોષિત કરાયું : ચીફ મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણની બેઠકમાં લેવાયેલો નિર્ણય access_time 8:57 pm IST