Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ગેરસમજણના કારણે લોકોએ CISFના જવાનો પર હૂમલો કર્યા બાદ ફાયરિંગની ઘટના થઇ :ચૂંટણી પંચ

બીમાર છોકરાની દેખરેખ રાખતી મહિલા સાથે જવાનો વાત કરતા હતા સ્થાનિકો સમજ્યા કે માર માર્યો :ઉશ્કેરાયેલી ભીડે હુમલો કરતા ગોળીબાર કરાયો

કોલકતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન દરમિયાન કુચબિહારમાં હિંસામાં ચાર લોકોના મોત થયા છે. જેને લઇને ચૂંટણી પંચે કહ્યું કે પશ્ચિમ બંગાળના સિતાલકુચી વિધાનસભા સીટના એક પોલિંગ બુથ પર ગોળીબારીના ઘટના સ્થાનિક લકો દ્વારા ગેરસમજણના કારણે સપરક્ષાકર્મીઓ પર હૂમલો કર્યા બાદ થઇ છે .

ઘટના બાદ આયોગ સુરક્ષા દળોની સંખ્યા વધારવાની વાત પણ કરવામાં આવી છે. ફાયરિગન આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. આજે સવારે 9.45 વાગ્યે સીતલકુચી વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કેન્દ્ર નંબર 126 પર શાંતિપૂર્ણ મતદાન ચાલતું હતું. આ દરમિયાન મતદાન કેન્દ્ર પાસે માનિક એમડી નામનો એક છોકરો દેખાયો, જે બિમાર હતો.

બેથી ત્રણ સ્થાનિક મહિલાઓ તેની દેખરેખ રાખતી હતી. જેથી સીઆઇએસએફના જવાનો તેની સાથે વાત કરતા હતા. ત્યારે કેટલાક લોકો સમજ્યા કે સીઆઇએસએઇના જવાનોએ તેને માર્યો છે. જેના કારણે કેટલાક લોકોએ હોબાળો શરુ કરી દીધો. ત્યાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ. ભીડ ગુસ્સામાં હતી અને તેણે સીઆઇએસએફના જવાનો પર હૂમલો કર્યો. જે દરમિયાન કેટલાક જવાનોને ઇજા પણ પહોંચી. ભીડને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો.

(11:24 pm IST)