Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ઉત્તર પ્રદેશમાં કોવિદ -19 નો હાહાકાર : અલ્હાબાદ હાઈકોર્ટના બે ન્યાયાધીશો કોરોના સંક્રમિત : લખનૌની ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટના 4 જ્યુડિશિયલ ઓફિસર તથા 13 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત : 48 કલાક માટે કામકાજ સ્થગિત કરી દેવાની ફરજ પડી

અલ્હાબાદ : ગઈકાલ શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટના બે ન્યાયાધીશો કોરોના સંક્રમિત થયેલા માલુમ પડ્યા છે. જેઓ પોતાના નિવાસ સ્થાનમાં સેલ્ફ આઇસોલેટ થયા છે.ઉપરાંત  લખનૌની ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટના 4 જ્યુડિશિયલ ઓફિસર તથા 13 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થવાથી કામકાજ 48 કલાક માટે અટકાવી દેવાની ફરજ પડી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે પહેલાથી જ  કામકાજ પર પ્રતિબંધ મૂકતા નિર્દેશો જારી કર્યા હતા. 3 એપ્રિલના રોજ, ઉત્તરપ્રદેશમાં કોવિદ -19  કેસોમાં  ઉછાળાને ધ્યાનમાં રાખીને કોર્ટે 5 એપ્રિલથી 9 એપ્રિલ સુધી નિયમિત અદાલતોની બેઠક પર પ્રતિબંધ મૂક્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:58 pm IST)
  • ચૂંટણી પ્રચાર રેલીમાં માસ્ક નહીં પહેરવા બદલ ચૂંટણી પંચ આકરા પાણીએ : હવે જો રેલીમાં માસ્ક પહેરેલા જોવા નહીં મળે તો રેલી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે : ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને નોટિસ મોકલી access_time 12:04 pm IST

  • મુંબઈની દુકાનમાંથી રેમડેસીવીરનો મોટો જથ્થો ઝડપાયોઃ બેની ધરપકડ : મહારાષ્ટ્ર મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અંધેરીની એક દુકાનમાંથી ૨૩૦ જેટલા રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો કબ્જે કર્યો હતોઃ જે બ્લેક માર્કેટિંગ કરવા માટે રાખવામાં આવ્યાનું પોલીસ જણાવે છેઃ આ સંદર્ભે બે લોકોની ધરપકડ કરવામાં આવી છેઃ વિશેષ પૂછપરછ થઈ રહી છે access_time 2:51 pm IST

  • રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહિત તેમના પૂરા પરિવારને વળગ્યો કોરોના : તેમના પતિ બકુલભાઈ, બન્ને પુત્રો, પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થતા પરિવારમાં હડકંપ મચી ગયો access_time 11:39 pm IST