Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જેક માના અલીબાબાના ગ્રુપને ૨.૭૮ અબજ ડોલરનો જંગી દંડ

ચીનની સરકારની ટીકા કરનારા પર ભારે તવાઈ : ચીની સરકાર હવે જેક મા પાછળ હાથ ધોઈને પાછળ પડી, અગાઉ આઈપીઓ લાવવા પર રોક લગાવી હતી

બીજિંગ, તા.૧૦ : ચીનની સરકારની ટીકા કરનારા અલીબાબાના સ્થાપક અને ચીનના ધનાઢ્ય જેક મા પર આફત આવી ગઈ છે.

ચીની સરકાર હવે જેક મા પાછળ હાથ ધોઈને પડી છે. પહેલા તો સરકારે અલીબાબા કંપનીનો આઈપીઓ લાવવા પર રોક લગાવી દીધી હતી અને હવે અલીબાબા ગ્રુપને .૭૮ અબજ ડોલરનો જંગી દંડ ફટકાર્યો છે. જાણકારી પ્રમાણે ચીનની સરકારનુ કહેવુ છે કે, અલીબાબા ગ્રૂપે મોનોપોલી વિરોધી નિયમોનો ભંગ કર્યો છે.

અલીબાબા ગ્રૂપને જે દંડ કરવામાં આવ્યા છે તે કંપનીની ૨૦૧૯ની આવકના ચાર ટકા જેટલો થવા જાય છે. ગયા વર્ષે જેક માએ ચીનની સરકારની નાણાકીય નીતિઓ અને સરકારી બેક્નોની ટીકા કર્યા બાદ તેઓ સરકારના નિશાન પર આવી ગયા છે. ગયા ઓક્ટોબર મહિનાથી જેક મા રહસ્યમય રીતે મહિના સુધી ગાયબ પણ રહ્યા હતા. જેના પગલે દુનિયાભરમાં ચકચાર મચી હતી.

જોકે પછી પણ ચીનની સત્તારુઢ કોમ્યુનિસ્ટ પાર્ટી હજી જેક માને હેરાન પરેશાન કરી રહી હોય તેમ લાગે છે. જેના પગલે હવે અલીબાબા ગ્રૂપને જંગી દંડ ફટકાર્યો છે.

(8:00 pm IST)