Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સરકારી નીતિની નિષ્ફળતાથી કોરોનાની નવી લહેર : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો સરકાર પર આક્ષેપ : અહંકારી અને અભિમાની સરકારને સારા સૂચનોની એલર્જી હોવાનો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો ટોણો

નવી દિલ્હી, તા.૧૦ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારની નીતિઓની નિષ્ફળતાના કારણે દેશમાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે તથા શ્રમિકો ફરી પલાયન કરવા માટે મજબૂર બન્યા છે.

અહંકારી અને અભિમાની સરકારને સારા સૂચનોની એલર્જી છે. રાહુલ ગાંધીએ કોરોનાની વકરતી જતી સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, દેશમાં કોરોનાની બીજી લહેર ભયંકર સ્વરુપ ધારણ કરી રહી છે.શ્રમિકો ફરી પલાયન માટે મજબૂર છે.કોરોના સામે વેક્સીન આપવાના અભિયાની સાથે સાથે શ્રમિકોને પૈસા આપવા જરુરી છે.દેશની ઈકોનોમી માટે પણ નીતિ ફાયદાકારક છે પણ અભિમાની સરકારને સારા સૂચનો ગમતા નથી.

પહેલા આઠ એપ્રિલે પણ રાહુલ ગાંધીએ પીએમ મોદીને સૂચન આપ્યુ હતુ કે, કોરોના વેક્સીનની ખરીદી અને વિતરણમાં રાજ્ય સરકારોની ભૂમિકા વધારવામાં આવે અને રસીની નિકાસ પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવે.

(7:56 pm IST)