Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

તબીબો પણ આશ્ચર્યમાં: ઇંગ્લેન્ડના વિલ્ટશાયરમાં ઍક મહિલાઍ જાડિયા બાળકોને ૩ અઠવાડિયાના અંતરે જન્મ આપ્યો

અમદાવાદ: પ્રેગ્નેન્સીને લઈને તમે એવા અનેક અજીબ કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેયા કોઈ એવા કેસ વિશે સાંભળ્યું છે? જ્યાં ત્રણ સપ્તાહની એક પ્રેગ્નેન્ટ મહિલાએ ફરીથી ગર્ભધારણ કરી લીધો હોય અને તે ફરીથી ગર્ભવતી બની હોય? કદાચ તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ વાત ખરેખર સાચી છે.

હકીકતમાં કિસ્સો ઈંગ્લેન્ડના વિલ્ટશાયર શહેરનો છે. જ્યાં એક મહિલાએ ટ્વીન્સ એટલે કે જોડિયા બાળકોને ત્રણ અઠવાડિયાના અંતરે જન્મ આપ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, રેબેકા રોબર્ટ્સ અને તેનો પાર્ટ એક વર્ષથી વધુ સમયથી સંતાનસુખ માટે પ્રયત્ન કરતા હતા. કુદરતની કમાલ કહો કે ભગવાનના આશીર્વાદ હવે મહિલાના ઘરમાં ટ્વીન્સ એટલે કે જોડિયા બાળકોની કિલકારી ગૂંજી રહી છે.

વાતનો ખુલાસો માતા રેબેકાએ ગુડ મોર્નિંગ અમેરિકા શૉમાં કર્યો છે. સાથે મહિલાએ પોતાના નિવેદનમાં અનેક ચોંકાવનારી વાતો શેર કરી છે. રેબેકાએ જણાવ્યું કે, અમે એક બાળક ઈચ્છતા હતા અને અનેક વર્ષોથી માટે પ્રયત્ન કરી રહ્યાં હતા, પરંતુ ફર્ટિલિટી મેડિકેશને અમારી ઈચ્છા પૂરી કરી દીધી.

જણાવી દઈએ કે, રિબેકા રોબર્ટ્સ અને તેનો પાર્ટનર રાઈસ વીવરને ગત વર્ષે ડૉક્ટરોને ગૂડ ન્યૂઝ આપી હતી કે તેઓ પ્રથમ બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. જો કે તે સમયે ખુશી સાથે વધારે હેરાની વાતને લઈને થઈ, જ્યારે તબીબોએ રેબેકાને ત્રીજા અલ્ટ્રાસાઉન્ડમાં વધુ એક બાળક દેખાડ્યું. તે સમયે રેબેકા 12 સપ્તાહ પ્રેગ્નેન્ટ હતી.

ડૉક્ટર ડેવિડ વૉકરનું કહેવું છે કે, કપલનો કેસ જાણ્યા બાદ હું પણ ચોંકી ગયો હતો. મેં કેવી રીતે તેના બીજા બાળકને મિસ કર્યું? પાછળથી મને જાણ થઈ કે મારી ભૂલ નહતી, પરંતુ રેયર પ્રેગ્નેન્સી હતી. રેબેકાના ટ્વીન્સ બાળકો એકબીજાથી 3 સપ્તાહ નાના-મોટા છે.

(5:19 pm IST)