Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કલકત્તા હાઇકોર્ટ 30 એપ્રિલ સુધી હાઇબ્રિડ મોડ દ્વારા કાર્ય કરશે : ફિઝિકલ તથા વર્ચ્યુઅલ બંને પ્રકારે કામગીરી ચાલુ રહેશે : હાઈકોર્ટની કોવિદ કમિટી દ્વારા કરાયેલી ભલામણોના આધારે ચીફ જસ્ટિસનો નિર્ણય

કોલકાત્તા : કલકત્તા હાઇકોર્ટની કોવિદ કમિટી દ્વારા કરાયેલી  ભલામણોના આધારે ચીફ જસ્ટિસે લીધેલા નિર્ણય મુજબ  કોલકાતાની મુખ્ય બેઠક અને જલ્પાઇગુરી અને પોર્ટ બ્લેર ખાતેની  સર્કિટ બેંચ પર 30 એપ્રિલ સુધી હાઇબ્રિડ મોડ (બંને વર્ચુઅલ અને ફિઝિકલ ) દ્વારા સુનાવણી હાથ ધરાશે.

ચીફ જસ્ટિસ દ્વારા  બહાર પાડવામાં આવેલી  માર્ગદર્શિકામાં કોર્ટમાં દાવેદારોના  પ્રવેશ પર પ્રતિબંધ અને દિવસ દીઠ લેવામાં આવતા કેસોની સંખ્યા પર પ્રતિબંધ શામેલ છે.

30 એપ્રિલ, 2021 પછીની તારીખ માટે ફિઝિકલ સુનાવણી મુલતવી રાખવામાં આવી છે.આથી બારના પદાધિકારીઓને વિનંતી કરવામાં આવી  છે કે તેઓ જે બાબતે શારીરિક રીતે રજૂ થઈ રહ્યા છે તે સમાપ્ત થયા પછી તરત જ તેમના સભ્યોને કોર્ટ છોડી દેવાની સલાહ આપે.

બારના સભ્યોને COVID-19 ધોરણોને અનુસરવા વિનંતી કરવામાં આવી છે . તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:48 pm IST)