Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

વિશ્વનો સૌથી અનલકી માણસ

માત્ર ૨ દિવસમાં ગુમાવ્યા ૨૦ બિલિયન ડોલર

માર્ચ એન્ડીંગમાં ટ્રેડીંગ વખતે રકમ ગુમાવી : જો શરૂઆતમાં પૈસા કાઢી લેત તો વિશ્વના ટોચના શ્રીમંતોમાં નામ આવી જવાનું હતું

ન્યૂયોર્ક તા. ૧૦ : જયારે વ્યકિતનું નસીબ જોર કરતું હોય છે ત્યારે તે રાતોરાત કરોડપતિ બની જતો હોય છે પરંતુ કયારેક કિસ્મતના પાસા એવા ઉલટા પડતા હોય છે કે તે કરોડપતિમાંથી રોડપતિ બની જતો હોય છે. આ વાત અમેરિકાના ઈન્વેસ્ટર બિલ વાંગને યોગ્ય રીતે લાગુ પડે છે. બે દિવસ પહેલા બિલ વાંગ એક શ્રેષ્ઠ ટ્રેડર તરીકે જાણીતો હતો પરંતુ બે દિવસમાં જ તેણે પોતાની તમામ ૨૦ બિલિયન ડોલરની સંપત્ત્િ। ગુમાવી દીધી છે. બિલ વાંગ વોલ સ્ટ્રીટ પર સૌથી અમીર પરંતુ ઘણા ઓછા જાણીતા વ્યકિતોમાંથી એક હતા. જોકે, હવે તેઓ અમીર રહ્યા નથી.

૫૭ વર્ષીય વાંગે ૧૦ અબજ ડોલરની એક ઈન્વેસ્ટમેન્ટ કંપની ઊભી કરી હતી. કંપનીનું નામ આર્ચીગોસ કેપિટલ મેનેજમેન્ટ છે. તેમણે વોલ સ્ટ્રીટ બેંકો પાસેથી અબજો ડોલરની લોન લીધી હતી જેથી કેટલાક અમેરિકન અને ચાઈનિઝ સ્ટોકસમાં એક મોટી પોઝિશન હાંસલ કરી શકે. માર્ચના મધ્ય સુધી વાંગ પાસે ViacomCBSના ૨૦ અબજ ડોલરના શેર હતા જેના કારણે તેઓ ViacomCBSમાં સૌથી મોટા સંસ્થાગત શેરધારક હતા.

જોકે, માર્ચના અંતમાં પાસા ઉલટા પડી ગયા. ViacomCBSના શેર ઝડપથી તૂટવા લાગ્યા અને બેંક વાંગની કંપની પાસેથી પોતાના રૂપિયા પાછા માંગવા લાગી. જયારે તેમની કંપની Archegos બેંકોની ઉધારી ચૂકવી શકી નહીં તો બેંકોએ કંપનીની સંપત્ત્િ।ને ટાંચમાં લઈ લીધી અને તેને વેચી દીધી. એક જ રાતમાં વાંગની સંપત્ત્િ। ઘટી ગઈ. વોલ સ્ટ્રીટના ઈતિહાસકાર ચાર્લ્સ ગેઈસ્ટનું કહેવું છે કે Archegos, બેંકોની મદદથી રેગ્યુલેટર્સથી પોતાની ઓળખ છૂપાવવામાં સક્ષમ હતી. આ શેડો ટ્રેડિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય છે. આ સમગ્ર મામલો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા નબળા નિયમો તરફ સંકેત કરે છે.

વાંગની કંપની આકાશમાંથી તળીયે આવી ગયા બાદ ઘણી અસર જોવા મળી છે. રૂપિયા આપનારી બેંકોમાંથી બે બેંકે ખુલાસો કર્યો છે કે તેમને અબજો ડોલરનું નુકસાન થયું છે. ViacomCBSના શેરની કિંમત એક જ સપ્તાહમાં અડધી થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સિકયુરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશને Archegos પર એક પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. જયારે માર્કેટ વોચર્સ વાંગની ફેમિલી, ઓફિસ, ખાનગી રોકાણ વાળા વાહનો વગેરે પર વોચ રાખવાની માંગ કરી રહી છે.

બિલ વાંગનો જન્મ સાઉથ કોરિયામાં થયો હતો. ૧૯૮૨માં તેઓ હાઈસ્કૂલ વિદ્યાર્થી તરીકે લાસ વેગાસ આવ્યા હતા. તેમણે પ્રથમ નોકરી રસોઈયા તરીકે મેકડોનાલ્ડ્સમાં કરી હતી. એક વર્ષની અંદર વાંગના પિતાનું મોત થયું હતું. વાંગ અને તેમની માતા ત્યારબાદ લોસ એન્જલસ આવી ગયા જયાં તેમણે યુસીએલએમાંથી ઈકોનોમિકસનો અભ્યાસ કર્યો. બાદમાં Carnegie Mellon Universityમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યું હતું. વાંગે છ વર્ષ ન્યૂયોર્કમાં એક સાઉથ કોરિયન ફાઈનાન્સિયલ સર્વિસિસ કંપનીમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેમને નામચીન સ્ટોક ઈન્વેસ્ટર જૂલિયન રોબર્ટસન માટે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની નોકરી મળી.

રોબર્ટસનનો ૧૯૮૦માં શરૂ થયેલું ટાઈગર મેનેજમેન્ટ નામનો એક હેજ ફંડ હતો જે ઘણો લોકપ્રિય હતો. ૨૦૦૦માં રોબર્ટસને તેને બંધ કરી દીધો અને વાંગને હેઝ ફંડ ટાઈગર એશિયા માટે મદદ કરી હતી. આ ફર્મનું ફોકસ એશિયન સ્ટોકસ પર હતું અને તે ઝડપથી આગળ આવ્યો હતો. વાંગ સાઉથ કોરિયા, જાપાન, ચીનની કંપનીઓના શેર પર મોટો દાવ લગાવતા હતા. તેના માટે તેઓ ઉધાર લીધેલા રૂપિયાનો ઉપયોગ કરતા હતા.

૨૦૦૮માં ટાઈગર એશિયાએ તે સમયે સંપત્તિ ગુમાવી દીધી જયારે ઈન્વેસ્ટમેન્ટ બેંગ લેહમન બ્રધર્સે દેવાળિયું જાહેર કર્યુંય હતું. વાંગ પર ઈન્સાઈડર ટ્રેડિંગને લઈને પણ તપાસ શરૂ થઈ હતી જેમાં ૨૦૧૨માં તેમના અને અમેરિકન સિકયુરિટીઝ રેગ્યુલેટર્સ વચ્ચે એક સિવિલ સેટલમેન્ટ થયું હતું. વાંગ પર ૪.૪ કરોડ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે જ વર્ષે ટાઈગર એશિયાને ઈન્સાઈડર ટ્રેડિંગમાં દોષિત ઠેરવવામાાં આવી હતી અને તેને રોકાણકારોના રૂપિયા પરત કરવા પડ્યા હતા. વાંગ પર ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે પબ્લિક મની મેનેજ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ૨૦૨૦માં આ પ્રતિબંધ હટી ગયો હતો.

(12:43 pm IST)