Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ચીન સાથે જોડાયેલ બોર્ડરની રક્ષા કરશે માઉન્ટેન સ્ટ્રાઈક કોરની સાથે વધુ ૧૦ હજાર જવાન

ડિવિઝનને હવે ૧૭માં માઉન્ટેન સ્ટ્રાઈક કોરની સાથે જોડવામાં આવ્યા : ભારતીય સેનાના માઉન્ટ સ્ટ્રાઈક કોરની સાથે લગભગ ૧૦ હજાર વધારે જવાનો તૈનાત : આને એક દશક પહેલા જ લીલી ઝંડી મળી હતી

નવી દિલ્હી, તા.૧૦: માઉન્ટ સ્ટ્રાઈક કોરને મજબૂત કરવાનો હંતુ પશ્યિમ મોર્ચા પર પાકિસ્તાનની જગ્યાએ ચીનથી અડિને આવેલી બોર્ડર  પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. સેના આ  પગલુ વિસ્તારવાદી અને આક્રમક ચીનને એલએસી પર કયાં પણ પૂર્વ લદ્દાખ જેવી કોઈ પણ અવળચંડાઈને રોકવા માટે ઉઠાવવામાં આવ્યો છે. પૂર્વ સેકટરમાં લગભગ ૧૦ હજાર સૈનિકો વાળા એક હાજર ડિવિઝનને હવે ૧૭માં માઉન્ટેન સ્ટ્રાઈક કોરની સાથે જોડવામાં આવ્યા છે. જેનુ મુખ્યાલય પશ્ચિમ બંગાળના પાનાગઢમાં છે.

સૂત્રોના જણાવ્યાનુસાર માઉન્ટેન સ્ટ્રાઈક કોર કેન્દ્ર તરફથી લગભગ એક દશક પહેલા જ લીલી ઝંડી મળી હતી. જો હજું સુધી આની સાથે એક જ ડિવીઝન જોડાયેલ છે. સેનાના નવા પગલાથી હવે આ બાજુની મારક ક્ષમતામાં વધારો થશે.  પૂર્વ લદ્દાખમાં ચીનની આક્રમકતા અને સૈન્ય તણાવ બાદથી સેનાએ હાલના દિવસોમાં સીમા સુરક્ષાને નવી રીતે સંતુલિત કરવાની કવાયદ હેઠળ અનેક પગલા ભરવામાં આવ્યા છે.

આ દરમિયાન ગરમી દસ્તકની સાથે ભારતીય સેના અને બીજા સુરક્ષા દળ લદ્દાખ સેકટર અને એલએસીથી અડીને આવેલી બીજા પહાડી વિસ્તારમાં ફરી પાછા ફરવાનું શરુ કરી દેવાયુ છે. એલએસી પર ગત વર્ષથી ભારત અને ચીનના સૈનિક મોટી સંખ્યામાં તૈનાત છે. મથુરા સ્થિત વન સ્ટ્રાઈક કોરના ડિવિઝનને ઉત્તર સીમા પર ફોકસ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુગર સેકટર, સેન્ટ્રલ સેકટર અને ઉત્તર પૂર્વી સીમાઓ પર તૈનાતીને મજબૂત કરવામાં આવી રહી છે.

ભારત અને ચીનના પૂર્વ લદ્દાખમાં હોર્ટ સ્પ્રિંગ, ગોગરા અને ડેપસાંગ જેવા ગજગ્રહ વાળા શેષ ભાગોમાં સૈનિકોની વાપસી પ્રક્રિયાને આગળ વધારવા માટે શુક્રવારે ૧૧માં સ્તરની બેઠક થઈ. પૂર્વ લદ્દાખમાં એલએસી પર ભારતીય ક્ષેત્રમાં ચુશુલ સીમા ક્ષેત્ર પર સવારે લગભગ ૧૦. ૩૦ વાગે કોરો કમાન્ડર સ્તરની બેઠક શરુ થઈ. ભારતના સૈન્ય પ્રતિનિધિમંડળની આગેવાની લેહ સ્થિત ૧૪માં કોરના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનને કરી.

(11:42 am IST)