Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળનું યુવાન દંપતી મૃતક હાલતમાં મળી આવતા સન્નાટો : 32 વર્ષીય એન્જીનીઅર યુવાન બાલાજી ભારત રુદ્રવાર તથા તેની ગર્ભવતી પત્ની 30 વર્ષીય આરતી બાલાજી રુદ્રવાર મૃતક હાલતમાં મળી આવ્યા : 4 વર્ષની માસુમ દીકરી બાલ્કનીમાં એકલી ઉભી રડી રહી હોવાથી પડોશીઓને ખબર પડી

ન્યુજર્સી : અમેરિકામાં ભારતીય મૂળના યુવાન એન્જીનીઅર  32 વર્ષીય બાલાજી ભારત રુદ્રવાર તથા તેની ગર્ભવતી પત્ની 30 વર્ષીય આરતી બાલાજી રુદ્રવાર બુધવારે તેઓના નિવાસ સ્થાનમાં મૃતક હાલતમાં મળી આવવાથી સન્નાટો ફેલાઈ  જવા પામ્યો છે. આ દંપતીની 4 વર્ષની માસુમ દીકરી બાલ્કનીમાં એકલી ઉભી રડી રહી હોવાથી પડોશીઓને ખબર પડી હતી.

પાડોશીઓએ માસુમ દીકરીને રડતી જોઈ પોલીસને ફોન કર્યો હતો.પોલીસે  જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મૃત્યુનું કારણ જાણી શકાશે. સ્થાનિક સમાચાર પત્રોમાં જણાવાયા મુજબ દંપિતનું મોત ચાકુના ઉપરા  છાપરી ઘાથી થયું છે.

મૃતક યુવાનના પિતા ભારત રુદ્રવારએ જણાવ્યું હતું કે તેની પુત્રવધુ ગર્ભવતી હતી.તેને સાત માસનો ગર્ભ હતો તેથી અમે અમેરિકા જવાનો પ્લાન બનાવી રહ્યા હતા.ત્યાં પોલીસ સૂત્રોનો ફોન આવતા અમારા ઉપર આભ તૂટી પડ્યું છે.દંપતીના મૃતદેહને ભારત પહોંચતા 10 દિવસનો સમય લાગી શકે છે.તેવું મૃતક યુવાનના પિતાએ જણાવ્યું હતું.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:18 pm IST)
  • ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ અને તેમના પત્ની થયા કોરોના સંક્રમિત : દંપત્તિ હાલ હોમ આઈસોલેશનમાં રખાયા : બન્ને ને સામાન્ય લક્ષણો દેખાતા ઘરે જ સારવાર અપાય રહ્યાનું જાણવા મળે છે. access_time 6:41 pm IST

  • રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની જાહેરાત, સુરતમાં ભાજપ 5000 રેમડેસિવિર ઇન્જેક્શન મફત આપશે. access_time 6:52 pm IST

  • SII ના આદર પૂનાવાલાના કોરોના રસી ઉત્પાદન ના નિવેદન અંગે એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જવાબ આપતા કહ્યું કે એન્ટી-કોરોના રસી માટેના પુરવઠા વિશે જાણકારી રાખવી એ કોઈ 'રોકેટ સાયન્સ' નથી કે તમારે તેના ઉત્પાદન માટે રાહ જોવી જોઈએ. તેમણે કહ્યું કે રસી નિર્માતાને ઉત્પાદન વિશેની તમામ જાણકારી હોવી જોઈએ. ઉત્પાદકોને ફક્ત ભારત જ નહીં, પરંતુ બાકીના વિશ્વને પણ સપ્લાય (જરૂરિયાત) વિશે જાગૃત હોવું જોઈએ. એમ કહેવા માટે કે તેઓ હવે ઉત્પાદન શરૂ કરશે, તે આશ્ચર્યજનક છે. access_time 11:48 pm IST