Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉનમાં ૧પ દિવસમાં ઇંન્ડિયન ઓઇલએ કરી ૩.૩૮ કરોડ સિલિંડરની ડિલિવરી

નવી દિલ્લીઃ દેશની સૌથી મોટી તેલ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનએ લોકડાઉન દરમ્યાન ૧પ દિવસમાં .૩૮ કરોડ ગેસ સિલિન્ડરની ડિલિવરી કરી છે. રસોઇ ગેસ સિલિન્ડરના બુકીંગમાં ભારે ઘસારો છે.

ઇન્ડીયન ઓઇલએ એક પ્રેસ વિજ્ઞપ્તી જારી કરી ગ્રાહકોને આશ્વાસન આપ્યું કે રસોઇ ગેસની કોઇ કમી નથી તે ગભરાહટમાં આવી બુક કરાવે. કંપનીએ એપ્રીલ અને મેમાં પ૦ ટકા અતિરિકત રસોઇ ગેસ આયાતની સમજૂતી કરેલ છે. રિફાઇનરીઓએ ઉત્પાદન વધાર્યું છે.

(11:25 pm IST)