Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જમીયત ઉલેમા દ્વારા રાશન અને શાકભાજીનું વિતરણ - આવકારદાયી પગલું

નવી દિલ્લીઃ લોકડાઉન દરમ્યાન રોજમદાર મજૂરો અને ગરીબો માટે રાષ્ટ્રવ્યાપી સેવા કરવાવાળી જમીયત ઉલમા હિન્દ દિલ્લીના શિવવિહાર, ગધ્ધાપુરી, ચમન વિહાર, જફરાબાદ અને નબી કરીમમાં શાકભાજી અને રાશન કીટનું વિતરણ કર્યું.

પ્રભાવિત ક્ષેત્ર શિવ વિહારમાં ૧ર૦૦ પરિવારોએ આનો લાભ લીધો. ઉપરાંત પબ્લીક સ્કૂલમાં ગેર-મુસ્લીમ પરિવારો વચ્ચે ૮૩ રાશન કીટ વિતરણ કરવામાં આવી.

(10:23 pm IST)