Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના સામે જોરદાર જંગ

૧૪.૩ લાખ પ્રવાસી મજુરોને આશ્રય અપાયો

નવીદિલ્હી, તા. ૧૦ : દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ ૬૭૮થી વધુ નવા કેસો સપાટી ઉપર આવવાથી કેસોની સંખ્યા ૬૫૦૦થી ઉપર પહોંચી ચુકી છે. અલબત્ત રાહતની બાબત એ છે કે, દેશમાં હજુ કોમ્યુનિટી ટ્રન્સમિશનની સ્થિતિ નથી. કેન્દ્રીય આરોગ્યમંત્રાલય દ્વારા આજે કહેવામાં આવ્યું હતું કે, હજુ દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનની સ્થિતિ નથી પરંતુ સાવધાની જરૂરી બની છે. દેશમાં ટેસ્ટિંગની ગતિમાં પણ તેજી આવી છે. હજુ સુધી ૨૧૩ લેબમાં કામ ચાલી રહ્યું છે. ૧૬૦૦૨ ટેસ્ટ થયા જે પૈકી ૨ ટકા દર્દી પોઝિટિવ આવ્યા છે. કોરોના સામે દેશનો જંગ જારી છે. આંકડા નીચે મુજબ છે.

કુલ રાહત કેમ્પો સ્થાપિત

૩૭૯૭૮

રાહત કેમ્પોમાં પ્રવાસી મજુરો

૧૪.૩ લાખ

સરકાર તરફથી કેમ્પ

૩૪૦૦૦

એનજીઓ દ્વારા કેમ્પ

૩૯૦૦

ફુડ કેમ્પો લગાવવામાં આવ્યા

૨૬૨૨૫

લોકોને ભોજન

એક કરોડથી વધુ

રાજ્ય સરકારોના ફુડ કેમ્પ

૧૪૭૯૯

એનજીઓ દ્વારા ફુડ કેમ્પ

૧૧૪૨૬

વર્કરોને આશ્રય અને ભોજન

૧૬ લાખ

હાલમાં ટેસ્ટિંગ માટે લેબ સક્રિય

૨૧૩

પ્રાઇવેટ લેબની સંખ્યા

૬૭

સરકારી લેબની સંખ્યા

૧૪૬

દરરોજ ટેસ્ટ

૧૬૦૦૦થી વધુ

કુલ પોઝિટિવ કેસો આવ્યા

બે ટકા

એસસીક્યુનો જથ્થો ઉપલબ્ધ

૩.૨ કરોડ ટેબ્લેટ

રાજ્યોને માસ્ક ઉપલબ્ધ કરાવાયા

૨૦ લાખ

દેશમાં પીપીઈ મેન્યુફેક્ચર

૩૯

વેન્ટીલેટરનો ઓર્ડર અપાયો

૪૯૦૦૦

કુલ કેસોની સંખ્યા

૬૫૦૦

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના કેસ

૬૭૮

(7:36 pm IST)