Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોનાની ગતિ કેવી રહી

ભારતમાં ૭૨ દિવસમાં ૬૦૦૦ કેસ નોંધાયા

નવીદિલ્હી, તા. ૧૦ : દેશમાં કોરોના વાયરસના આતંક વચ્ચે ભારતમાં લાગૂ કરવામાં આવેલા ૨૧ દિવસના લોકડાઉનના ગાળાને લઇને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે. એકબાજુ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સહિતના અનેક દિગ્ગજ નેતાઓ સરકારના આ નિર્ણયને ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણય તરીકે ગણાવી રહ્યા છે. બીજી બાજુ તાજેતરમાં જ ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચના રિપોર્ટમાં દેશમાં લોકડાઉનને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ભારતે કોરોના સામેની લડાઈમાં ખુબ જ ગંભીરતા દાખવીને સમયસર ઝડપથી પગલા લીધા હતા. અન્ય મોટા દેશો જે કામ કરી શક્યા નથી તે ભારતે કરી બતાવ્યું છે. આજ કારણસર ભારતમાં ઇટાલી, ફ્રાંસ, ચીન, અમેરિકા અને સ્પેન જેવી હાલત થઇ નથી. આ રિપોર્ટના આંકડા વિદેશ મંત્રાલયના સચિવ વિકાસ સ્વરુપે વિદેશી પત્રકારો સાથે શેયર કર્યા છે. ભારતમાં લોકડાઉન બાદથી ઇન્ફેક્શનની ગતિ ખુબ ઘટી છે. કયા દેશમાં કેટલા દિવસોમાં કેટલા કોરોના કેસો સપાટી ઉપર આવ્યા તે નીચે મુજબ છે.

દર્દી

ભારત

ચીન

અમેરિકા

સ્પેન

ઇટાલી

૧૦૦

૪૨

૪૪

૪૩

૨૫

૧૦૦૦

૫૮

૫૩

૫૦

૩૧

૨૦૦૦

૬૩

૫૬

૫૨

૩૩

૪૦૦૦

૬૬

૬૦

૫૪

૩૭

૬૦૦૦

૭૨

૬૧

૫૫

૩૮

(7:34 pm IST)