Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

૧૩૦ કરોડની વસ્તી માટે માત્ર ૧૫ લાખ નર્સ

દેશમાં મેડીકલ સેકટરમાં ડોકટરો માત્ર ૨૩ ટકા

નવી દિલ્હી : આરોગ્ય કર્મચારીઓ દુનિયાભરમાં ઘાતક કોરાના મહામારી વિરૂધ્ધ લડાઇ લડી રહ્યા છે ત્યારે તેમની કામની પરિસ્થિતી જાણવી જરૂરી છે. આરોગ્ય સેવા ક્ષેત્રમાં નર્સોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે. આરોગ્ય સેવા કામો સાથે સંકળાયેલા ૨.૭૯ કરોડ લોકોમાં તેમનો હિસ્સો સૌથી મોટો છે. આ બાબતે મંગળવારે વિશ્વ આરોગ્ય સંસ્થાની સાથે ઇન્ટરનેશનલ કાઉન્સીલ ઓફ નર્સ (આઇસીએન) અને નર્સીંગ નાઉ કેમ્પને સ્ટેટ ઓફ ધ વલ્ડ નર્સીંગ શિર્ષકથી એક રિપોર્ટ બહાર પાડ્યો.

રિપોર્ટમાં જણાવાયું છે કે વૈશ્વિક સ્તરે દસ હજાર લોકોએ લગભગ ૩૬.૯ નર્સો છે. જેમાં પણ દેશવાર ભિન્નતા છે. દાખલા તરીકે અમેરિકામાં આફ્રિકા કરતા લગભગ ૧૦ ગણાથી વધારે નર્સો છે. ત્યાં દસ હજાર વ્યકિતએ ૮૩.૪ નર્સો છે જ્યારે આફ્રિકામાં ફકત ૮.૭ નર્સ છે. રિપોર્ટમાં અનુમાન લગાવાયું છે કે ૨૦૩૦ સુધીમાં દુનિયાભર મળીને ૫૭ લાખ થી  વધારે નર્સોની ધટ હશે.

ભારતની વાત કરીએ તો અહીં એક સમસ્યા નર્સોના પગભર અંગેની પણ છે. દેશભરમાં નર્સો અવારનવાર લઘુત્તમ વેતનની માંગ કરતી રહે છે. દાખલા તરીકે નવેમ્બર ૨૦૧૮માં દિલ્હીની બત્રા હોસ્પિટલની નર્સો હડતાલ પર જતી રહી. તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે વધારાના કલાકોનું કામ લેવાયું હતું. અને તે મુજબ પગાર નહોતો ચુકવાયો.

૨૦૧૮ સુધીમાં ૧૩૦ કરોડથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં ૧૫.૬ લાખ નર્સો અને ૭,૭૨,૫૭૫ નર્સીંગ આસીસ્ટન્ટ હતા. તેમાંથી નર્સોની ભાગીદારી ૬૭ ટકા છે. આરોગ્ય કાર્યબળ મુજબ ૪૭ ટકા નર્સો, ૨૩.૩ ટકા ડોકટર, ૫.૫ ટકા ડેન્ટીસ અને ૨૪.૧ ટકા ફાર્માસીસ્ટ છે. ભારતમાં નર્સીંગ ક્ષેત્રમાં ૮૮ ટકા મહિલાઓ છે ે વૈશ્વિક સ્તરે આ ક્ષેત્રમાં ૯૦ ટકા મહિલાઓ છે. રિપોર્ટ અનુસાર, ૨૦૧૭માં ભારતમાં આરોગ્ય વિષયક ખર્ચ ૧૯૬૦ ડોલર હતો  જે જીડીપીના ૩.૫ ટકા છે.

(4:03 pm IST)