Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

તબ્લીગ જ માતની મહિલાઓ જે પરિવારમાં રોકાઇ ત્યાંની આઠ વર્ષની બાળકીને કોરોના લાગ્યો!

ભોપાલ તા. ૧૦: મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના સંક્રમણનું એક જબરૂ કારણ તબ્લીગ જમાતના લોકો છે તે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ના હોવાનો એ દાવો ફરી એકવાર પુરવાર થયો છે.

એમ.પી.ના વિદીશા જીલ્લાના ગંજબા સૌદા તાલુકામાં એક ૮ વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત થઇ છે. આ બાળકી પણ તબ્લીગ જમાતના લોકોની સેવા કરતી હતી.

મકબરા મસ્જીદ પાસે આ બાળકી રહેતી હતી જે જમાતીઓના સંપર્કમાં આવી હતી. રરમીએ દિલ્હીથી ૧૦ મહિલાઓની આવેલ જમાત આ પરિવારમાં રોકાઇ હતી.

આ પહેલાં સિરોજમાં કોરોનાનો પ્રથમ દર્દી મળેલ હતો. ત્રણ દિ'માં આ બીજો દર્દી બુધવારે મળેલ છે. હાલમાં ગંજબા સૌદામાં કર્ફયુ લગાડી દેવાયો છે અહીં માત્ર દૂધ અને દવાની દુકાનોજ ખુલ્લી રહેશે.

(3:52 pm IST)