Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બોમ્બે હાઈકોર્ટે દોષિતને કહ્યું:'બેલ કરતા જેલમાં વધુ સુરક્ષિત છો'

મુંબઈ, તા.૧૦:  કોરોના વાયરસની મહામારી વચ્ચે બોમ્બે હાઈકોર્ટે એક દોષિના જામીન ફગાવતા જણાવ્યું કે તમે બેલ પર બહાર કરતા જેલમાં જ વધુ સુરક્ષિત છો. કોરોના વાયરસના સંક્રમણને જોતા બહાર દોષિ શખ્સના જીવને જોખમ હોવાનું કોર્ટે નોંધ્યું હતું અને આ કારણથી તેના જામીન ફગાવી દેવાયા હતા.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ જે એસ પટેલે ઓર્ડરમાં જણઆવ્યું કે જેલમાં બહાર કરતા વધુ સારી સ્થિતિ જણાઈ રહી છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે. ખૂનના કેસમાં દોષિ જીતેન્દ્ર મિશ્રા ૧૮ મહિનાથી તલોજા જેલમાં સજા કાપી રહ્યો છે. તેના દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી. મિશ્રા દ્યાટકોપરનો રહેવાસી છે અ તેણે મહામારીનું કારણ આપીને કામચલાઉ જામીન આપવા રજૂઆત કરી હતી.

જસ્ટિસ પટેલે આ અરજી પર વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી કરી હતી અને મિશ્રાના વકીલ શૈલેન્દ્ર સિંહને જણાવ્યું હતું કે દોષિ જેલમાં વધુ સુરક્ષિત છે. અરજદારને એ ખ્યાલ નથી કે બહાર શું થઈ રહ્યું છે. જેલ સત્તાધીશો મ્યુનિ. સત્તાધીશો કરતા વધુ ક્ષમતા ધરાવે છે. વર્લી નાકા ખાતે વધુ મહામારીનું સંકટ જોવા મળી રહ્યું છે. આ વિસ્તારને કોરોનાનું હોટ સ્પોટ જાહેર કરાયું છે.

(3:52 pm IST)