Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જાડા માણસોને કોરોના થવાનો ભય વધુ

ફ્રાંસના મુખ્ય મહામારી નિષ્ણાંતનું નિવેદન

પેરિસ, તા.૧૦: કોરોના વાઇરસને લઇને સતત નવા નવા સંશોધનો સામે આવતા રહે છે. ત્યારે ફ્રાંસના મુખ્ય મહામારી વિશેષજ્ઞ ડો. જીન ફ્રેન્કોસીસે દાવો કર્યો છે કે, મેદસ્વી લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે. ફ્રાંસની સાયન્ટિફિક કાઉન્સિલના ચીફ પ્રોફેસર જીન ફ્રેંકોઇસ સરકારને કોરોના સામે લડવાની સલાહ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે, ફ્રાંસના લગભગ ૨૫્રુ લોકો જોખમમાં છે. આ બધા લોકો કયાં તો કોઈ રોગથી પીડાઈ રહ્યા છે અથવા તોતેઓ મેદસ્વી છે. આ બંને બાબતો કોરોના વાઇરસના ચેપની દૃષ્ટિએ જોખમી છે.

ફ્રેંકોઇસે અભ્યાસના આધારે કહ્યું છે કે, કોરોના વાઇરસ યુવાનોનો પણ શિકાર બનાવી શકે છે. એમાં પણ જો ખાસ કરીનેતેમનું વજન વધારે હોય તો તેમણે વધારે કાળજી લેવાની જરૂર છે. તેમના જણાવ્યાનુસાર, અમેરિકા અને બ્રિટનને આ જોખમ વધુ છે. અમેરિકામાં લગભગ ૪૨.૪% પુખ્ત મેદસ્વી છે. જયારે ૧૮.૫% બાળકો પણ સ્થૂળતાની સમસ્યાથી લડી રહ્યા છે. તેમજ, યુકેમાં ૨૯% પુખ્ત લોકો મેદસ્વી છે. આ બંને દેશો હાલમાં કોરોનાનાં કેન્દ્રો છે. ફ્રેંકોઇસના જણાવ્યા અનુસાર, અમેરિકામાં મેદસ્વીતા એક મોટી સમસ્યા છે. ત્યાં મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાઓ મેદસ્વીપણાને કારણે જ છે.

અમેરિકામાં તાજેતરમાં રાજયો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બહાર આવ્યું છે કે, ન્યુયોર્ક કરતાં ન્યૂ ઓર્લિયન્સ અને સિએટલના લોકોને કોરોનાનો ચેપ વધારે લાગ્યો હતો. આ વિશે આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, આ એટલા માટે કારણ કે ત્યાંના મોટાભાગના લોકો મેદસ્વી છે. CDCનું કહેવું છે કે, ૪૦થી વધુની બોડી માસ ઇન્ડેકસ (BMI) ધરાવતા વ્યકિતઓને ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે.

(3:49 pm IST)