Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગરમીથી કોરોના વાયરસ ખતમ કદાચ નહીં થાય, સાથોસાથ સોશ્યલ ડીસ્ટન્સીંગ પણ જરૂરીઃ અમેરિકન રિપોર્ટ

ઉચ્ચ તાપમાન અને ભેજમાં કોરોના વાયરસની બચવાની શકયતા ઘટી જાય છેઃ પણ બીજી બાબતો જોવી જોઇએ

નવી દિલ્હી તા. ૧૦: અમેરિકાના નામાંકિત વિજ્ઞાનીઓની એક પેનલ અનુસાર, ભારત જેવા દેશમાં જયાં હવે ગરમીમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, ત્યાં કોરોના વાયરસનો પ્રસાર પર્સનલ પ્રોટેકશન અને સોશ્યલ ડીસ્ટન્સીંગ વગર કદાચ નહીં રોકી શકાય.

યુએસ નેશનલ એકેડેમીક ઓફ સાયન્સીઝના ૪ એપ્રિલના આ રિપોર્ટમાં કહેવાયું છે કે કોવિદ-૧૯ વાતચીત અને શ્વાસોશ્વાસ દ્વારા ફેલાઇ શકે છે એટલે ભારત સહિતના અન્ય દેશોમાં ''માસ્ક'' અંગેના દિશા નિર્દેશો સુધારવા પડશે.

ચીન અને યુરોપ કરતા અત્યારે વધારે ગરમી પડે છે તેવા ઓસ્ટ્રેલીયા અને ઇરાન જેવા દેશો જયાં કોરોના ઝડપભેર ફેલાયો હતો, ત્યાં અત્યારે કોરોના કેસો ઘટવાનું કારણ ઉષ્ણતામાન અને ભેજ હોવાનું ધારી ન લેવાય. વાયરસના ઉષ્ણતામાન અને ભેજ સામે બચવાની ક્ષમતાનું પરિક્ષણ કરીને તેના પુરાવાઓ રજૂ થવા જોઇએ તેમ પણ આ રિપોર્ટમાં કહેવાયું છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે ઉચ્ચ તાપમાન અને ભેજમાં કોવિદ-૧૯ વાયરસથી બચવાની શકયતાઓ ઘટી જાય છે તેવું લેબોરેટરીના પ્રાયોગીક પરિક્ષણોમાં જાણવા મળ્યું છે પણ તે સિવાયની પણ ઘણી બધી બાબતો આમાં અસરકારક બની શકે છે.

(3:48 pm IST)