Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોનાનો ફફડાટઃ અમેરીકનોએ ૧૯ લાખ બંદુકોની ખરીદી કરી

અમેરિકામાં લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે. લોકોમાં કોરોનાનો ભય ફેલાયો છે. અમેરિકામાં ૧૯ લાખ બંદુકો લોકોએ ખરીદી છે. ઈતિહાસમાં બીજી વાર આવું બન્યુ છે. આ પહેલા વર્ષ ૨૦૧૩માં સ્કુલમાં થયેલા ગોળીબાર કાંડ બાદ લોકોએ આમ કર્યુ હતુ.

કોરોનાના ભયની અસર લોકોના માનસ પર જોવા મળી રહી છે. નાગરિકોના મન પર ભારે અસર થઈ રહી છે. ભવિષ્યમાં નાગરિક અસંતોષના કારણે અનિશ્યિતતા વધી રહી છે. તેમને લાગે છે કે સરકાર દ્વારા તેમને મદદ નહીં મળે. જેના કારણે લોકો જરુરીયાતનો સામાન જથ્થા બંધ ખરીદી રહ્યા છે. સાથે સાથે મોટી સંખ્યામાં બંદુકો ખરીદવામાં આવી રહી છે. દ્યણા અમેરિકનો તેમની સુરક્ષા માટે આમ કરી રહયા છે. કોરોનાનો ડર છે તેમના પર બંદુક તાકી હોય એવા અનેક કિસ્સા સામે આવ્યા છે.

ઘણા રાજયમાં ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચમાં ૨ ગણી બંદુક ખરીદવામાં આવી. યુટાહ અને મિશિગન જેવા રાજયોમાં આ સંખ્યા ૩ ગણી વધારે છે. ગત અઠવાડીએ અલ્ફરેટ્ટામાં એક વ્યકિતએ માસ્ક અને દસ્તાના પહેરેલી ૨ મહિલાઓ પર બંદુક તાકી દીધી. કેમ કે તેને ડર હતો કે તે મહિલાઓ તેને કોરોનાગ્રસ્ત કરી દેશે. જો કે પોલીસે તેને પકડી પાડ્યો હતો.

અમેરિકનો એ   ૨૦૦૧, ૧૧ સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકી હુમલામાં -૭.૫૪ લાખ બંદુકો ખરીદેલ.

૨૦૦૯ બરાક ઓબામા જાન્યુઆરીમાં પહેલી વાર રાષ્ટ્રપતિ બન્યા- ૧૧ લાખ બંદુકો ખરીદી.

૨૦૧૩માં ઓબામાં બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા તથા સેન્ડી હુક શૂટિંગ- ૨૦ લાખ  બંદુકો ખરીદાઇ.

૨૦૨૦માં કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા ભવિષ્યની ચિંતામાં -૧૯ લાખ બંદુકો ચપોચપ ઉપડી ગઇ.

ખરેખર વેચાણથી કેટલાય રાજયોના અધિકારીઓ હેરાન હોવાથી તેઓ બંદુકની દુકાનોને બંધ કરાવવા માંગે છે. બીજી તરફ હથિયાર બનાવતા ઉદ્યોગપતિ સાથે લોબિંગ ધરાવતા ટ્રમ્પે વ્યવસ્થાપકોને સ્પષ્ટ કહી દીધુ છે કે હથિયારના સ્ટોર ફાર્મસી અથવા પેટ્રોલ પંપની જેમ જરુરી શ્રેણીમાં આવે છે. બંધ નહિ થાય. લોકો ડરેલા છે.

(3:10 pm IST)