Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના જંગમાં ફ્રંટ વોરિયર્સને પ્રોત્સાહન: હરિયાણા સરકાર ડૉક્ટર્સ અને નર્સને આપશે બમણો પગાર

ડૉક્ટર્સ, નર્સીસ, પેરામેડિકલ સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ટેસ્ટિંગ લેબ સ્ટાફનો પગાર બમણો કરી દેવાશે.

નવી દિલ્હી : હરિયાણા સરકારે કોરોના વાઈરસ સામેની લડતમાં ફ્રંટ વોરિયર્સ એવા ડૉક્ટર્સ, નર્સીસ, પેરા મેડિકલ સ્ટાફ અને અન્યોને બમણો પગાર આપવાની ગુરુવારે જાહેરાત કરી હતી. બીજી તરફ દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે 21 હોટસ્પોટ ઝોનમાં 'ઓપરેશન શિલ્ડ' શરૂ કરવાની જાહેરાત કરી હતી.

 મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે રાજ્યમાં વિવિધ જિલ્લામાંથી મેડિકલ સંગઠનોના વડા, જિલ્લા આયુર્વેદિક અધિકારીઓ અને અન્યો સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક પછી આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, કોરોના વાઈરસ સામેની લડત ચાલુ રહે ત્યાં સુધી આ લડાઈમાં તેમજ કોરોના દર્દીઓની સારવારમાં પ્રત્યક્ષ રીતે સામે ડૉક્ટર્સ, નર્સીસ, પેરામેડિકલ સ્ટાફ, ચોથા વર્ગના કર્મચારીઓ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ટેસ્ટિંગ લેબ સ્ટાફનો પગાર બમણો કરી દેવાશે.

(1:03 pm IST)