Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ન્યુયોર્કમાં કોરોના વિરૂધ્ધ સરકાર ઉણી ઉતરીઃ યોજના- વ્યવસ્થામાં કમીઃ હોસ્પીટલો બહાર મૃતદેહો ભરેલા ફ્રિઝીંગ ટ્રક ખડકાયા

ન્યુયોર્કઃ અમેરિકામાં કોરોના તબાહી મચાવી રહ્યો છે. ન્યુયોર્કમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. જીવન થંભી ગયુ છે. સ્મશાનો મૃતદેહોથી ભરાઈ ગયા છે. અમેરિકી સરકાર ફ્રિઝીંગ ટ્રકમાં મૃતદેહો ભેગા કરી રહી છે. મૃત્યુઆંક એટલો વધુ છે કે દરેક હોસ્પીટલની બહાર ૩-૪ ફ્રિઝીંગ ટ્રક મૂકવામાં આવ્યા છે. ઈન્ડો- અમેરિકન જ નહીં પણ એશીયન સોસાયટી પણ ખરાબ સ્થિતિમાં છે.

હોસ્પીટલોમાં મુશ્કેલીએ છે કે સુરક્ષા ઉપકરણો માસ્ક અને વેન્ટીલેટર પુરતી સંખ્યામાં નથી. અહીં સરકારની વ્યવસ્થામાં કમી ચોખ્ખી દેખાઈ આવે છે. તે કોરોનાથી મુકાબલામાં પૂરી રીતે તૈયાર નથી. ૧.૨૦ લાખ ઈન્ડિયન ફિઝીશ્યન ડોકટરો કોોરના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેમનામાં માનવીય મુલ્યો નજરે પડે છે. તેમને ખબર છે કે જીવનું જોખમ છે છતા તેઓ ઈલાજ કરી રહ્યા છે.

ન્યુયોર્કમાં ઈન્ડીયન કમ્યુનિટી સાથે નેપાળી લોકો પણ ખરાબ સ્થિતિમાં છે. ઘણા બધા લોકો વધુ બિમાર છે અને અમુકને કોરોના પોઝીટીવ પણ છે. કેટલાકના મૃત્યુ પણ થયા છે. ભારતીય કરીયાણા સ્ટોર્સ બંધ અને કેટલાક અમેરિકી ગ્રોસરી સ્ટોર ખુલા છે, પણ મોટાભાગના વિસ્તારો લોકડાઉન જ છે. પાર્કમાં ન જઈ શકાય, દવા લેવા માટે સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખીને જાઈ તો લાંબી લાઈનો છે.

શાળાઓમાં બાળકોને ૧૫ દિવસની રજા આપવામાં આવી છે અને તેમને ઓનલાઈન ભણવામાં આવે છે, જેથી તેઓ વ્યસ્ત રહે અને હતાશામાં ન ચાલ્યા જાય. સરકારે ગરીબો- જરૂરીયાત મંદો માટે ૪૦૦ જગ્યાએ ફુડ સેન્ટરો ખોલ્યા છે. જયાંથી સસ્તા ભાવે સામાન મળી શકે છે.

ન્યુયોર્કના ગર્વનર એન્ડ્રુ કયુઓમોના જણાવ્યા મુજબ કોરોનાથી મોતની સંખ્યા ૬ હજારને પાર થઈ ચૂકી છે. ઈન્ડિયન કાઉન્સીલ જનરલ સંદીપ ચક્રવર્તી ખુબ જ મદદ કરી રહ્યા છે. તેઓ ભારતીયો વિશે માહિતી દેતા રહે છે. ફેસબુક અને કોન્ફરન્સ કોલના માધ્યમથી ઈન્ડો અમેરીકન્સના સંપર્કમાં રહે છે. તેમણે લોકોને ફોન કરી ખબર અંતર પૂછયા અને વિદ્યાર્થીઓને મદદની જરૂર હોય તો પણ કહેવા માટે જણાવ્યાનું સાઉથ એશીયન અમેરિકન કમ્યુનિટી ઓફ ન્યુયોર્કના સ્થાપક દિલીપ ચૌહાણે જણાવેલ.

(11:41 am IST)