Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોનાથી સંક્રમિત બ્રિટનના PM બોરિસ જોનસન ICUથી બહાર

ટ્રમ્પે કહ્યું: ગેટ વેલ સૂન

લંડન, તા.૧૦: કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના સ્વાસ્થ્યમાં સુધારા બાદ ICUથી બહાર લાવવામાં આવ્યા છે. ડાઉનિંગ સ્ટ્રીટે ગુરુવાર સાંજે આ જાણકારી આપી.

ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે, વડાપ્રધાન આજે સાંજે ICUથી પરત વોર્ડમાં આવી ગયા જયાં તેમની ઠીક થવાના પ્રારંભિક ચરણમાં તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવશે. ડાઉનિંગ સ્ટ્રીટે આ પહેલા ગુરુવારે એ વાતની પુષ્ટિ કરી હતી કે જોનસનના સ્વાસ્થ્યમાં સતત સુધાર થઈ રહ્યો છે.

તેમને સોમવાર રાત્રે લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એક સપ્તાહ પહેલા કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ રવિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે હાલત બગડતાં સાંજે તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા.

બોરિસને ICUમાં બહાર શિફ્ટ કરતાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એ ટ્વિટ કર્યું કે, મોટા સમાચાર- વડાપ્રધાન બોરિસ જોનસન ICUથી બહાર આવી ગયા છે. ગેટ વેલ બોરિસ.

નોંધનીય છે કે, બ્રિટને ગુરુવારે જણાવ્યું કે કોરોના વાયરસ સંક્રમણથી દેશમાં ૮૮૧ લોકોનાં મોત થયા છે. દેશમાં સંક્રમણથી અત્યાર સુધી ૭,૯૭૮ લોકોનાં મોત થયા છે. વિદેશ મંત્રી ડોમિનિક રાબે મૃતકોના સંબંધમાં સૂચના આપતા ચેતવણી આપી કે દેશમાં અત્યાર સુધી વાયરસ સંક્રમણના મામલો અંતિમ ચરણમાં નથી પહોંચ્યો. કોરોના વાયરસથી સંક્રમિત વાડપ્રધાન બોરિસ જોનસન ત્ઘ્શ્માં દાખલ થયા બાદ રાબ જ સરકારના પ્રભારી છે.

(11:40 am IST)