Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મુંબઈઃ ધારાવીમાં કોરોનાના કારણે ત્રીજું મોત, અત્યાર સુધી ૧૪ લોકો કોરોનાથી સંક્રમિત

કોરોના વાયરસનું સંક્રમણ એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં પહોંચી ગયો છે

મુંબઈ, તા.૧૦: કોરોના વાયરસનું  સંક્રમણ એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં પહોંચી ગયો છે. ગુરુવારના રોજ અહીં કોરોના સંક્રમણના કારણે ત્રીજું મોત નીપજયું હતું. સાથે જ ધારાવીમાં સંક્રમણની સંખ્યા વધીને ૧૪ થઇ ગઈ છે. ગુરુવારના રોજ કલ્યાણવાડીમા ૭૦ વર્ષીય મહિલાનું મોત નીપજયું છે. 

આ પહેલા ધારાવીમાં કોરોના સંક્રમણના કારણે બે લોકોના મૃત્યુ થઇ ચુકયા છે. જેમાં એક મોત ડો. બલિગા નગરમાં જયારે બીજું મોટ સોશલ નગરમાં થયું હતું. અત્યારસુધી ધારાવીના ડો. બલિગા નગરમાં કોરોનાના કારણે ૪ કેસ, વૈભવ એપાર્ટમેન્ટમાં ૧, મુકુંદ નગરમાં ૨, મદીના નગરમાં ૨, ધાનાવાડા ચાલીમાં ૧ કેસ, મુસ્લિમ નગરમાં ૧ કેસ, જનતા સોસાયટીમાં ૨ કેસ અને કલ્યાણવાડીમાં એક કેસ સામે આવ્યો છે.

મુંબઈના ધારાવી વિસ્તારમાં બુધવારના રોજ કોરોના વાયરસના સંક્રમણના ૬ કેસ સામે આવ્યા હતા. ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૧૪ થઇ ગઈ છે. ધારાવીના નિવાસી અને કોરોના વાયરસ સંક્રમિત ૬૪ વર્ષીય દર્દીનું મોત નીપજયું હતું, આમ કોરોના વાયરસથી મરનારા દર્દીઓની સંખ્યા વધીને ૩ થઇ ગઈ છે. ધારાવી સોશલ નગરના રહેવાસી ૬૪ વર્ષીય વ્યકિતનું મોત કેઈએમ હોસ્પિટલમાં થયું હતું. તેમને શરદી, ખાંસી, ઉધરસ અને તાવની તકલીફ બાદ મંગળવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

(11:36 am IST)