Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દેશમાં કોરોનાના ૬૭૭૧ કેસ : ૨૩૫ મોત

મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં ૧૮ના મોત : સંક્રમિતોનો આંકડો ૧૩૬૪ : ધારાવીમાં પાંચ નવા કેસો નોંધાયા : દિલ્હીમાં પીડિતોની સંખ્યા ૭૨૦ : મુંબઇમાં ૮૫૭ કેસો નોંધાયા : રાજસ્થાનમાં ૨૬ નવા કેસ

નવી દિલ્હી તા. ૧૦ : દેશમાં કોરોના સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા ૨૩૫ થઇ ગઇ છે. આસામમાં પ્રથમ મોત થયું છે તેમજ આંધ્રપ્રદેશમાં બે લોકોના મોત થયા છે. ગઇકાલે ૩૧ લોકોનો કોરોનાએ ભોગ લીધો. મહારાષ્ટ્રમાં ૧૮ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો. મધ્યપ્રદેશ અને દિલ્હીમાં ત્રણ - ત્રણ મોત નિપજ્યા છે. આ ઉપરાંત પંજાબમાં અને રાજસ્થાનમાં બે - બે જમ્મુ કાશ્મીર, હરિયાણા અને ઝારખંડમાં એક-એકના મોત થયા છે. ગુજરાતમાં ત્રણ, કર્ણાટક અને તામિલનાડુમાં એક-એક વ્યકિતનું મોત થયું છે. પંજાબમાં ૮, પં.બંગાળ અને કર્ણાટકમાં પાંચ-પાંચ લોકોના મોત થયા છે. જ્યારે તેલંગાણામાં સાતના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૬૭૭૧એ પહોંચી ગયો છે. આજે મધ્યપ્રદેશમાં ૨૨ અને ગુજરાતમાં ૨૧ નવા કેસો નોંધાયા. ગઇકાલે એક દિવસમાં રેકોર્ડ બ્રેક ૮૦૯ સંક્રમિત વધ્યા. ગઇકાલે સૌથી વધુ ૨૨૯ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા. રાજસ્થાનમાં ૮૦ અને ગુજરાતમાં ૭૬ નવા કેસો નોંધાયા. આજે કુલ ૪૦ નવા કેસ નોંધાયા છે. તેમાંથી મધ્યપ્રદેશમાં ૨૨, ગુજરાતમાં ૨૧, જમ્મુ કાશ્મીર અને ઓડિશામાં ૪-૪, બિહારમાં ૨ અને ઝારખંડમાં એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો. ગઇકાલે એક દિવસમાં રેકોર્ડ બ્રેક ૮૦૯ પોઝીટીવ દર્દી મળ્યા.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૦૦થી વધુ નવા કેસ આવ્યા છે તેમજ દર્દીઓની સંખ્યા ૬૭૭૧ પહોંચી ગઇ છે તેમજ ૫૦૯ લોકો સ્વસ્થ થયા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને વિશેષજ્ઞ સતત કહી રહ્યા છે કે જ્યાં સુધી વધુ તપાસ નહી થાય ત્યાં સુધી દર્દીઓનો સાચો આંકડો માલૂમ પડશે નહી અને સંક્રમણ બેકામુ થઇ જશે. દર્દીઓની સંખ્યા સતત વધવાની વચ્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારો ટેસ્ટીંગ વધારવા પર કામ કરી રહી છે.

રાજ્યોમાં કોરોનાની સ્થિતિ

શહેર

કુલ કેસ

મૃત્યુઆંક

મહારાષ્ટ્ર

૧૩૬૪

૯૮

તામિલનાડુ

૮૩૪

દિલ્હી

૭૨૦

૧૨

તેલંગાણા

૪૭૧

૧૨

રાજસ્થાન

૪૬૩

મધ્યપ્રદેશ

૪૪૭

૩૩

ઉત્તરપ્રદેશ

૪૧૦

આંધ્રપ્રદેશ

૩૬૩

કેરળ

૩૫૭

ગુજરાત

૨૭૯

૧૬

કર્ણાટક

૧૯૭

જમ્મુ-કાશ્મીર

૧૮૮

હરિયાણા

૧૭૦

પંજાબ

૧૩૦

૧૦

પ.બંગાળ

૧૦૩

બિહાર

૬૦

ઓડિશા

૪૪

ઉત્તરાખંડ

૩૫

-

અસમ

૨૯

હિમાચલપ્રદેશ

૨૮

ચંદીગઢ

૧૮

છત્તીસગઢ

૧૮

ઝારખંડ

૧૪

(11:39 am IST)