Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સોય-દોરો લઈને બેસી ગયાં સ્મૃતિ ઈરાનીઃ ઘરે બનાવ્યા માસ્ક

ટવીટર પર એક તસવીર શેર કરી અને જણાવ્યું કે, ઘરે કેવી રીતે માસ્ક બનાવી શકાય છે

નવી દિલ્હી, તા.૧૦: કોરોના સંકટને કારણે આખી દુનિયામાં અત્યારે ખૂબ સમસ્યાઓ છે. લોકો પોતાના ઘરમાં કેદ છે અને મુશ્કેલીમાં ફસાયેલા લોકોની પોત-પોતાની સ્થિતિ-શકિત પ્રમાણે મદદ કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ટ્વીટર પર એક તસવીર શેર કરી લોકોની મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો. તેમણે ટવીટર પર એક તસવીર શેર કરી અને જણાવ્યું કે, ઘરે કેવી રીતે માસ્ક બનાવી શકાય છે.

સ્મૃતિ ઈરાનીએ આ ટ્વીટમાં સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી હોમ મેડ ફેસ માસ્ક બનાવવા અંગે રજૂ કરવામાં આવેલી એડવાઝરીની લિંક પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, માસ્કની વધતી ડિમાન્ડની વચ્ચે સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કોરોના સંક્રમણથી બચાવ માટે કપડાનું માસ્ક પણ ઉપયોગી છે.સ્મૃતિ ઈરાનીની આ કામગિરીની લોકો સોશિલ મીડિયા પર પ્રશંસા કરી રહ્યાં છે. ઘણા લોકોએ લખ્યું કે, તમારું આ પગલું પ્રેરણાત્મક છે. તો કોઈએ લખ્યું કે, આમાંથી શીખીને બીજા લોકો પણ આ રીતે દ્યરે માસ્ક બનાવી શકે છે.જણાવી દઈએ કે, દેશમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા સતત વધી રહી છે અને હવે આ આંકડો છ હજારની નજીક પહોંચી ગયો છે. દેશમાં ૧૬૯ લોકોના કોરોનાના કારણે જીવ ગયા છે. સરકાર લોકડાઉનને આગળ વધારવું કે નહીં તે અંગે તમામ રાજયોની સરકાર સાથે વાતચીત કરી રહી છે.

(11:34 am IST)